પાદરાના ઘાયજ ગામે બૂટલેગર કોણ ? ફેસબુક પર પોસ્ટ મૂકવા મુદ્દે ઝપાઝપી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
પાદરાના ઘાયજ ગામે બૂટલેગર કોણ ? ફેસબુક પર પોસ્ટ મૂકવા મુદ્દે ઝપાઝપી 1 - image

image : Freepik

વડોદરા,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામના એક યુવકને જાણ થઈ હતી કે ફેસબુક એકાઉન્ટ પર ઘાયજ ગામે બૂટલેગર કોણ ? એવી પોસ્ટ મૂકવામાં આવી છે. આ અંગે પોસ્ટ મૂકનાર લુણા ગામના યુવક સાથે ફોન પર વાત થયા સમાધાન માટે ગયો હતો‌. ત્યારે ગામના યુવકે તેની સાથે ઝપાઝપી કરી હતી. તેથી મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો.

  પાદરા તાલુકાના ઘાયજ ગામના ભાથુજી મંદિર સામે રહેતા હિતેન્દ્ર ઈશ્વર રોહિત વેપાર કરે છે. ગતા 26 તારીખે રાત્રે 9:00 વાગે તેના ફેસબુક એકાઉન્ટ પર પાદરાના ઘાયજ ગામના સ્કોચ દારૂનો બૂટલેગર કોણ ? રેલવે પોલીસમાં 20 દિવસ પહેલા 50 બોટલ સાથે પકડાયેલ આશિષ ઝાલાની 70 પેટી દારૂનો પાર્ટનર કોણ ? એવી પોસ્ટ મુકાઈ હતી. આ અંગે હિતેન્દ્રએ તેના મિત્ર કાર્તિકસિંહ પઢીયારને પોસ્ટ મૂકનાર લુણા ગામના ભાવિન પાટણવાડીયાને ખોટી પોસ્ટ મૂકી બદનામ ન કરે તે માટે સમજાવવા ફોન કર્યો હતો. પરંતુ કાર્તિકે ફોન ઉપાડ્યો ન હતો. તેથી હિતેન્દ્ર પોતાના મિત્ર વિનોદ રોહિતને આ અંગે જાણ કરી હતી અને હિતેન્દ્રને સમાધાન કરાવવા બોલાવ્યો હતો તેઓ રાત્રે 9:45 વાગ્યે એક્ટિવા લઈને લુણા ગામે ભાવિનના ઘરે ગયા હતા. ત્યારે ઉશ્કેરાયેલા ભાભીને કહ્યું હતું કે" આજે તો માત્ર પોસ્ટ મૂકી છે. કાલે તારો વીડિયો ચડાવીશ જ, જો તું સમાધાનના પૈસા નહીં આપે તો બદનામ કરી દઈશ."એમ કહી મુકકા મારી ઝઘડો કર્યો હતો. પોલીસે હિતેન્દ્રની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા પપ્પા વિશે ગમે તેમ ના બોલ કહેતા યુવકે ઈંટ ફટકારી

પાદરા તાલુકાના લુણા ગામે મારા પપ્પા વિશે ગમે તેમ ના બોલ એમ કહેતા એક યુવાન પર ઈંટ ફટકારી હુમલો કર્યો હતો.

પાદરા તાલુકાના લુણા ગામના નવીનગરીમાં રહેતા 25 વર્ષના ભાવિન હસમુખ પાટણવાડિયાએ ઘાયજ ગામના હિતેન્દ્ર રોહિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પોતે પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે હિતેન્દ્ર ત્યાં આવ્યો હતો અને ભાવિન અને તેના પિતા વિશે ગમે તેમ બોલતો હતો તેથી તેને બોલવાની ના પાડી હોવાથી ઉશ્કેરાયેલા હિતેન્દ્ર ઈટ ફટકારી ઈજા પહોંચાડી હતી.


Google NewsGoogle News