ઠગ બિલ્ડર જયેશ પટેલ વોન્ટેડ હતો ત્યારે બે બેન્ક એકાઉન્ટ ખોલાવી બે મોબાઇલ લીધા હતા

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
ઠગ  બિલ્ડર જયેશ પટેલ વોન્ટેડ હતો ત્યારે બે બેન્ક એકાઉન્ટ ખોલાવી  બે મોબાઇલ લીધા હતા 1 - image

વડોદરાઃ ભાયલીની સ્ટાર રેસિડેન્સીના ઠગ  બિલ્ડર જયેશ પટેલની તપાસ દરમિયાન પોલીસને બીજા બે બેન્ક એકાઉન્ટ હાથ લાગ્યા છે.

ગોત્રીના પીઆઇ આર એન પટેલે કહ્યું હતું કે,મૂળ પાદરાનો વતની જયેશ પટેલ અગાઉ ેગોત્રીની માતૃ સોસાયટીમાં રહેતો  હતો અને હાલમાં લક્ષ્મીપુરાની શ્રી રાધે રેસિડેન્સીમાં રહે છે.

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ફરાર થઇ ગયેલા જયેશ પટેલે બીજા બે મોબાઇલ લીધા હોવાની અને નવા બે બેન્ક એકાઉન્ટ પણ ખોલાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.જેથી તેના મોબાઇલના કોન્ટેક્ટ નંબર અને લોકેશનના આધારે ક્યાં ક્યાં આશ્રય લીધો હતો તેની વિગતો તપાસવામાં આવશે.જ્યારે બેન્ક વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News