Get The App

પરિણીતાના એકતરફી પ્રેમમાં પડેલો યુવક રાતે ઘેર પહોંચી કરી બીભત્સ હરકતો

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
પરિણીતાના એકતરફી પ્રેમમાં પડેલો યુવક રાતે ઘેર પહોંચી કરી બીભત્સ હરકતો 1 - image

વડોદરાઃ લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની પાછળ એકતરફી પ્રેમમાં પડેલા યુવકે પરિણીતાને ઘેર જઇ બીભત્સ વર્તણૂક કરતાં આખરે તેણે પોલીસ ફરિયાદ કરી છે.

પરિણીતાએ કહ્યું છે કે,મયૂર નામનો યુવક મારી સાથે વાતચીત કરતો હતો.મારે કોઇ બીજા સબંધ ન હતા.પરંતુ કેટલાક દિવસોથી તે મારો પીછો કરી પ્રેમસબંધ માટે દબાણ કરતો હતો.જેથી મેં વિરોધ કર્યો હતો.

ગઇમધરાતે તે અમારે ઘેર આવી ગયો હતો અને મને ઉઠાડવાની કોશિષ કરતાં મેં બૂમો પાડી હતી. મારા પતિ પણ જાગી જતાં મયૂરને પકડયો હતો.આ વખતે અમે તેને સમજાવીને જવા દીધો હતો.પરંતુ સાંજે ફરીથી તેણે અમારા ઘર સામે આવી બીભત્સ હરકતો કરવા માંડી હતી.જેથી લક્ષ્મીપુરા પોલીસને ફરિયાદ કરી હતી.પોલીસે મયૂર ચૌહાણ(જય રણછોડનગર,લક્ષ્મીપુરા) સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News