Get The App

યુવતીએ લગ્નની ના પાડતા પૂર્વ પ્રેમીએ ન્યૂડ ફોટા વાયરલ કરી દીધા

ન્યૂડ વીડિયો કોલના સ્ક્રીન શોટ લઇ સાચવી રાખ્યા હતા : યુવતીને લગ્ન માટે દબાણ કરતો હતો

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
યુવતીએ લગ્નની ના પાડતા  પૂર્વ પ્રેમીએ  ન્યૂડ ફોટા વાયરલ કરી દીધા 1 - image

 વડોદરા,ઉત્તર ભારતની ૨૧ વર્ષની યુવતી વડોદરામાં રહે છે નવેમ્બર ૨૦૨૨માં અતુલકુમાર વિનોદકુમાર (રહે. પટના બિહાર) સાથે ઇન્સ્ટાગ્રામ  મારફતે તેઓ વચ્ચે મિત્રતા થઈ હતી. તેઓ એકબીજાને પસંદ કરવા લાગતા પ્રેમ સંબંધ થયો હતો.  અતુલ  યુવતીના ઘરે વડોદરા પણ આવ્યો  હતો. ત્યારબાદ તેઓ બંને ન્યૂડ વીડિયો કોલ કરતા હતા અને ફોન દ્વારા એકબીજાને સંપર્કમાં રહેતા હતા. ત્યારબાદ યુવતીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અતુલ કુમારની કોઈ કામ ધંધો નથી. જેથી, તેણે અતુલકુમાર સાથે તમામ સંપર્ક તોડી નાંખ્યા હતા. સંબંધ તૂટવાના કારણે અતુલ કુમારે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જે અંગે ઓગસ્ટ - ૨૦૨૩ માં ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જ ેઅરજીમાં તેઓ વચ્ચે અંદરોઅંદર  સમાધાન થઈ ગયું હતું. 

ત્યારબાદ માર્ચ ૨૦૨૪ થી અતુલકુમાર અલગ - અલગ નંબર પરથી યુવતીને ધમકી આપતો હતો કે, તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ. બંને જણા જ્યારે પ્રેમ સંબંધમાં હતા ત્યારે અતુલ કુમારે ન્યૂડ વીડિયોકોલના સ્ક્રીનશોટ લીધા હતા. તે સ્ક્રીન શોટ  તેમજ આપત્તિજનક ફોટા પરિવારના સભ્યોને મોકલવાની ધમકી આપીને દબાણ કરતો હતો. પરંતુ, યુવતી દબાણને વશ નહીં થતાં તેના કૌટુંબિકભાઈના ફેસબૂક પર અતુલ કુમારે ન્યૂડ ફોટા મોકલીને લખ્યું હતું કે, દેખ તારી બહેનકો.

 અતુલકુમાર કૌટુંબિક ભાઈને ફોન કરીને ધમકી આપતો હતો કે, તારી બહેનને જણાવ કે, મારી સાથે લગ્ન કરે. નહીંતર તેના નગ્ન ફોટા હું સમગ્ર પરિવારને મોકલી બદનામ કરી દઈશ.


Google NewsGoogle News