આજવા-વાઘોડિયારોડ જળબંબાકાર થઇ જતાં કોર્પોરેશને દોષનો ટોપલો રૃપારેલ કાંસ પર ઢોળી દીધો
વડોદરાઃ પૂર્વ વિસ્તારમાં પાણીનો નિકાલ નહિં થતાં લોકોનો રોષ જોતાં કોર્પોરેશને બચાવ માટે દોષનો ટોપલો રૃપારેલ કાંસ પર ઢોળી દીધો છે.
પૂર્વ વિસ્તારમાં આજવા,વાઘોડિયારોડ,બાપોદ સહિતના વિસ્તારોની ૧૦૦ જેટલી સોસાયટીઓમાં પાણી નો નિકાલ નહિં થતાં લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી હતી અને સ્થાનિક કાઉન્સિલરો સામે બળાપો વ્યક્ત કર્યો હતો.
શઙેરમાં પાણી ઓસરી ગયા હોવા છતાં આજવારોડ પરિવાર ચારરસ્તા,વાઘોડિયારોડ પૂનમ કોમ્પ્લેક્સ-રામવાટિકા પાછળ સ્કાય માર્ક એપા્ર્ટમેન્ટ,અંબા્જી મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા લોકો ને ભારે હાલાકી વેઠવી પડી હતી.
સ્થાનિક રહીશોએ આશિષ જોષી સમક્ષ રજૂઆત થતાં તેમણે કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી હતી.જેથી તેમણે રૃપારેલ કાંસ પાણી સ્વીકારતો નથી તેવો જવાબ આપીને બચાવ કરી લીધો હતો.પરંતુ લોકો પૂછી રહ્યા હતા કે રૃપારેલ કાંસ પાણી કેમ સ્વીકારતો નથી તેનો કોર્પોરેશન સ્પષ્ટ જવાબ કેમ આપતું નથી.કોર્પોરેશન દ્વારા પંપીંગ સ્ટેશનમાં પાણી ભરાયા છે,ઢાઢર નદીમાં પાણીનો નિકાલ નથી થતો જેવા ગોળગોળ જવાબો આપવામાં આવી રહ્યા છે.