૩૦ હજાર ઉછીના માંગ્યા તો નાજીમે લાફો ઝીંકી દીધો, તેની રીસ રાખીને હત્યા કરી
પોલીસે હત્યામાં વપરાયેલું ચાકૂ આરોપીના ઘરેથી કબજે કર્યુ : મોડી રાતથી જ રિક્ષામાં વોચ રાખીને હત્યારો બેઠો હતો
વડોદરા,કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યાની પાછળ ૩૦ હજાર હાત ઉછીના નહીં આપ્યા હોવાનું કારણ પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે. મૃતકે તે સમયે આરોપીને લાફો ઝીંકી દીધો હતો તેની રીસ રાખીને આરોપી ચાકૂ લઇને મોડી રાતથી જ તાકીને બેઠો હતો.
કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા મોહંમદ નાજીમ છોટે હુસેન પઠાણ પગરિક્ષામાં ફ્રૂટનો વેપાર કરે છે. તેની હત્યા કરીને અમદાવાદ ભાગી ગયેલા આરોપીને પકડવા માટે ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, કારેલીબાગ પી.આઇ. આર.સી.જાદવ અને તેમની ટીમે અમદાવાદ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો. આરોપી અમદાવાદથી ભાગી ના જાય તે માટે અમદાવાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે હ ાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, આરોપી ગુલઝાર અકબર નબી પઠાણ અને નાજીમ એક જ ધંધો કરતા હતા. થોડા સમય પહેલા ગુલજારને પૈસાની જરૃર પડતા તેણે નાજીમ પાસે ઉછીના ૩૦ હજાર માંગ્યા હતા. નાજીમે તેને રૃપિયા આપ્યા નહતા અને ઉલ્ટાનો તેને લાફો ઝીંકી દીધો હતો. તેની રીસ રાખીને બદલો લેવા માટે ગુલઝાર પ્લાનિંગ કરતો હતો. ગુલઝારને ખબર હતી કે, નાજીમ રોજ રાતે ત્રણ વાગ્યે ઘરેથી નીકળે છે. જેથી, તે પાર્કિંગના સ્થળે પોતાની ભાડાની રિક્ષામાં ચાકૂ લઇને અગાઉથી બેસી રહ્યો હતો. રાતે નાજીમ આવતા બંને વચ્ચે ફરીથી ઉધારમાં નાણાં આપવા બાબતે તકરાર થઇ હતી. બંને વચ્ચે ઝપાઝપી બાદ ગુલઝારે ચાકૂના ઉપરાછાપરી છ થી સાત ઘા ઝીંકી દેતા નાજીમ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ત્યારબાદ તેણે ઘરે જઇને કપડા બદલી ચાકૂ સંતાડી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટયો હતો. પોલીસે તેના ઘરેથી હત્યામાંવપરાયેલું ચાકૂ કબજે કર્યુ છે.
ગુલઝારે પણ મરનાર નાજીમ સામે વળતી ફરિયાદ નોંધાવી
આજે આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવશે
વડોદરા,મોડી રાતે ગુલઝાર અને નાજીમ વચ્ચે ઝપાઝપી થઇ હતી. નાજીમે હુમલો કરતા ગુલજાર દિવાલ સાથે ઢસડાતા તેને પણ ઇજા પહોંચી હતી. ગુલઝાર ે પણ મરનાર સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે એન.સી.ફરિયાદ નોંધી હતી. આજે પોલીસે ગુલજારની ધરપકડ કરી હતી.આવતીકાલે પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસને બનાવ નજરે જોનાર સાક્ષીઓ મળ્યા હોવાથી આરોપીની ઓળખ પરેડ પણ કરાવવામાં આવશે