Get The App

રેલવેના વડોદરા ડિવિઝનમાં સોમવારે મઝદૂર સંઘ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન

કેન્દ્રિય બજેટ વખતે રેલ કર્મચારીઓ અને કેન્દ્રીય કર્મચારીઓ પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માગણીઓ સંદર્ભે સરકારનું ધ્યાન દોરવા આંદોલનના માર્ગે

Updated: Jan 30th, 2021


Google NewsGoogle News
રેલવેના વડોદરા ડિવિઝનમાં સોમવારે મઝદૂર સંઘ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન 1 - image

વડોદરા,તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૧, શનિવાર

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા તા.૦૧.૦૨.૨૦૨૧ ને સોમવારે  વેસ્ટર્ન રેલ્વેનાં ૬ ડિવિઝન મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ ખાતે રેલ્વે મેનેજર ઓફિસ કમ્પાઉન્ડમાં બપોરે એક કલાકે લાંબા સમયથી પડતર માગણીઓ સંદર્ભે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયુ છે.

વડોદરા ડિવિઝન મઝદુર સંઘના આગેવાન શરીફખાને કહ્યું હતું કે રેલવે કર્મચારીઓ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓની માગ છે કે પેન્શનરો નું તા.૧ જાન્યુઆરી ૨૦૨૦થી  વિલંબિત મોંઘવારી ભથ્થું ત્વરિત પુરૃ પાડો. નવી પેન્શન યોજના હટાવી જૂની પેન્શન યોજનાને ફરી અમલી કરો. કોવિડ ૧૯માં મૃત્યુ પામેલા દરેક કર્મચારીઓને આર્થિક વળતર આપવુ. પ્રમાણિત હોસ્પિટલો દ્વારા ચાર્જ કરવામાં આવેલ કોરોનાની સારવાર ખર્ચનું પુરેપુરૃ વળતર આપોે.ચાલુ નોકરીએ મૃત્યુ થયુ હોય અથવા તો અનફીટ જાહેર થયા હોય તેવા દરેક કર્મચારીઓના બાળકોને ૧૦૦ ટકા નિમણૂંક આપો. જે કર્મચારી તા.૩૧ જાન્યુઆરી કે ૩૦મી જુન નાં રોજ નિવૃત્ત થયેલ હોઈ કે થનાર હોઈ એમને ઇન્ક્રીમેન્ટ આપો. મિનિસ્ટરોના મંડળ દ્વારા ખાતરી અપાયેલ ૭માં પગારનો ઉપરાંત મિનિમ પે અને ફીટમેન્ટ ફેક્ટર ને અમલ કરો. રેલ્વે પ્રોડક્શન યુનિટોનું નિગમીકરણ, ખાનગીકરણ અને કાયમી નોકરીઓમાં આઉટસોસંગનો નિર્ણય પાછો ખેંચો

પહેલી ફેબુ્રઆરીએ યોજાનાર રેલી-વિરોધપ્રદર્શન કોવીડ-૧૯ ની ગાઇડલાઇનને ધ્યાને રાખી યોગ્ય સામાજિક અંતર રાખી અને માસ્ક પહેરીને યોજવામાં આવશે.


Google NewsGoogle News