મતદારોને આમંત્રણ આપવા વેબસાઇટ લોંચ કરવામાં આવી

નામ દાખલ કરવાથી મતદાન મથકની વિગતોની પણ લિંક મળશે

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
મતદારોને આમંત્રણ આપવા વેબસાઇટ લોંચ કરવામાં આવી 1 - image

વડોદરા, તા.૨૭ વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્તમ મતદાન માટે એક નવતર પહેલ શરૃ કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાના મતદારોને હવે આગામી તા.૭ના રોજ અવશ્ય મતદાન કરવા જવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓનલાઇન આમંત્રણ પાઠવવામાં આવશે. આ વેબસાઇટને લોંચ કરવામાં આવી છે.

લોકશાહીના આ મહાપર્વમાં નાગરિકોની ભાગીદારી વધે એ માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેની સાથે મતદારોને ડિજિટલી ઇન્વિટેશન આપવા માટે હવે એક ખાસ વેબસાઇટ લોંચ કરવામાં આવી છે. આ વેબસાઇટ ઉપર જઇ મતદાર માત્ર પોતાનું નામ એન્ટર કરી જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી મતદાન કરવાનું આમંત્રણ મેળવી શકે છે. 

આ આમંત્રણ પત્ર સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં કલેક્ટર તરફથી મતદારોને દેશ માટે દસ મિનિટ ફાળવવાની વિનંતી પણ કરવામાં આવે છે. આ વેબસાઇટનું ઇન્ટરફેસ એકદમ સરળ છે. માત્ર નામ દાખલ કરવાથી આમંત્રણ મળી જાય છે. વળી, મતદાન મથકની વિગતો જાણવા માટેની લિંક પણ તેમાં મળી જાય છે. 




Google NewsGoogle News