વડોદરામાં હવામાનમાં પલટો: ધુમ્મસ અને ઠંડીનું મોજુ ફરી વળ્યું
image : File photo
વડોદરા,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર
શિયાળાની ઋતુ શરૂ થયાને દોઢ મહિનાનો સમય વીતી ગયો છતાં ઠંડીનો અહેસાસ થતો ન હતો. સવારે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ લોકોને થતો રહેતો હતો. પરંતુ ગઈકાલે રાત્રે હવામાનમાં અચાનક પલટો આવતા વાદળ્યું હવામાનની સાથે ઠંડીનું મોજુ અને ધુમ્મસનો ત્રિવેણી અનુભવ થઈ રહ્યો છે.
છેલ્લા બે દિવસથી ધુમ્મસનું વાતાવરણ વહેલી સવારે જણાય છે. આજે સવારથી પવનની ગતિ પ્રતિ કલાક 8 થી લઇ 12 કિ.મી.ની હતી. જોકે નીચા તાપમાનનો પારો 13 થી 16 અંશ ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. પવનની ગતિના કારણે ઠંડીનો ચમકારો સવારમાં જણાતો હતો.
ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુ શરૂ થયાને લગભગ પોણા બે મહિના થવા આવ્યા છતાં પણ હજી ઠંડીનો ચમકારો યોગ્ય પ્રમાણમાં જણાવતો નથી. તેની પાછળનું મૂળ કારણ પ્રદૂષણ અને ગ્લોબલાઇઝેશન મુખ્ય જણાય છે.
આજે સવારથી ધુમ્મસનું વાતાવરણ સવારે 10 વાગ્યા સુધી રહ્યું હતું. જો કે પવનની ગતિ પ્રતિ કલાક આઠ થી બાર કિ.મી. રાતના ઠંડીનો ચમકારો સવારમાં જણાતો હતો. જોકે નીચા તાપમાનનો પારો 13 થી 16 અંશ સેન્ટિગ્રેડ જેટલો રહ્યો હતો. જોકે ગઈકાલ કરતા નીચા તાપમાનનો પારો 1 અંશ એટલો નીચો રહ્યો હતો. પરંતુ આજે પવનની ગતિ અને ધુમ્મસના કારણે ઠંડીનો ચમકારો વાર્તાતો હતો.