સિવિલમાં ટ્રાફિક ઘટાડવા પ્રવેશદ્વાર પર પહેરોઃદર્દીના સગા-સ્ટાફ સિવાય નો એન્ટ્રી
હોસ્પિટલ તંત્ર કડક થયું તો ઘર્ષણના બનાવો વધ્યાં
રાત્રે ઇમરજન્સી વોર્ડમાં અવર જવર વધુઃપાસનો કડક અમલ કરાય તો ક્રાઉડ કંટ્રોલમાં સફળતા મળી શકે
સિવિલમાં ચોરીના બનાવો તો સામાન્ય બનતા રહે છે પરંતુ છેલ્લા
ઘણા વખતથી છેડતી જેવા ગંભિર બનાવો બનતા હોસ્પિટલ તંત્ર દ્વારા સલામતી વ્યવસ્થામાં કેટલાક
ફેરફારો કર્યો છે. જ્યાં પણ અંધારૃ રહેતું હતું ત્યાં લાઇટો ફિટ કરવામાં આવી છે તો
બીજીબાજુ હોસ્પિટલના વોર્ડમાં જવા માટે પાસ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. જો કે તે
યોગ્યરીતે ચેક થતા નથી.એટલુ જ નહીં,
સિવિલ સંકુલને નાસ્તા-પાણીનો અડ્ડો બનાવી દિધો છે ત્યારે રાત્રીના સમયે પીએમ રૃમ
તરફનો ગેઇટ બંધ કરી દેવામાં આવે છે તો દિવસ દરમ્યાન પણ અહીંથી ફક્ત દર્દીના સગા તથા
સ્ટાફને જ એન્ટ્રી આપવામાં આવે છે. બાકીનાને મુખ્યપ્રવેશદ્વારથી એન્ટ્રી લેવા માટે
કહેવામાં આવે છે જેના કારણે સિક્યોરીટી ગાર્ડ સાથે વાહનચાલકોને ઘર્ષણના બનાવો પણ વધ્યા
છે.
સ્ટ્રીટલાઇટો તથા ફ્લડલાઇટો પણ તમામ કાર્યરત રહે તે માટે સુચના આપવામાં આવી છે.આવી સ્થિતિ વચ્ચે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ૬૦૦ બેડના દર્દીના સગાની અવર જવર વધુ જોવા મળી રહી છે જે ઇમરજન્સી વોર્ડના દર્દી તથા તબીબો સહિત સ્ટાફને અડચણરૃપ બને છે. આ ગંભિર સમસ્યા પણ નિવારવી જોઇએ જેથી ઇમરજન્સી વોર્ડમાં જરૃરી દર્દી સરળતાથી એન્ટ્રી લઇ શકે.