નવરાત્રિમાં તું ગરબા રમવા જઇશ ત્યારે તને પતાવી દઇશું

નર્સને તેની બહેનપણીનો ભાઇ જ હેરાન કરતો હતો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
નવરાત્રિમાં તું ગરબા રમવા જઇશ ત્યારે  તને પતાવી દઇશું 1 - image

વડોદરા,નર્સ યુવતીને તેની બહેનપણીનો ભાઇ જ હેરાન કરી ધમકી આપતો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માંજલપુર વિસ્તારમાં રહેતી  નર્સ યુવતીની બહેનપણીનો ભાઇ કમલેશ ઉર્ફે અરૃણ ચતુરભાઇ માળી ( રહે.અમૃત નગર, અલવા નાકા, માંજલપુર) છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે લગ્ન કરવાની વાત કરતો હતો. પરંતુ, નર્સ તેને ના પાડતી હતી. અને છેલ્લા બે વર્ષથી તેણે કમલેશ સાથે બોલવાનું પણ બંધ કરી  દીધું હતું. ગત તા.૧૦ મી એ કમલેશ તથા તેનો મિત્ર મનિષ ઉર્ફે જડીબુટ્ટી નર્સના ઘરે  ગયા હતા. ઘર પાસે ઉભા રહીને તેઓ જોરથી બૂમો  પાડી ગાળો બોલતા  હતા. નર્સ ઘરમાંથી બહાર નીકળી તો બંનેએ તેનો હાથ પકડી લીધો હતો.કમલેશે તેને ધમકી આપી હતી કે, તારી સગાઇ થવાની છે. તે હું થવા દઉં નહીં. નર્સ યુવતીના માતા - પિતા ઘરની બહાર આવતા બંને આરોપીઓ તેઓને પણ ગાળો બોલ્યા હતા. જતા જતા તેઓએ એવી ધમકી આપી હતી કે, નવરાત્રિમાં તું ગરબા રમવા જઇશ ત્યારે તને જોઇ લઇશું. રસ્તામાં મળીશ તો તને પતાવી દઇશું.


Google NewsGoogle News