Get The App

વડોદરામાં પાણી પુરવઠા વિભાગની કામગીરીને લીધે જાંબુવા વિસ્તારમાં તા.11 અને 12 પાણીનો કકળાટ સર્જાશે

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાણી પુરવઠા વિભાગની કામગીરીને લીધે જાંબુવા વિસ્તારમાં તા.11 અને 12 પાણીનો કકળાટ સર્જાશે 1 - image

વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા તારીખ 11 અને 12 દરમિયાન જાંબુઆ પાણીની ટાંકીની બહાર પાણીની લાઈન અને વાલ્વ બદલવાની કામગીરી કરવાની હોવાથી બે દિવસ પાણીનો ગકરાટ સર્જાશે જેમાં તારીખ 11 મીના રોજ પાણી મળશે નહીં જ્યારે તારીખ 12મી ના રોજ ઓછા દબાણથી અને વિલંબથી પાણી વિતરણ થશે તેમ જાણવા મળે છે જેથી બે લાખ લોકોને પાણી મળશે નહીં.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં જાંબુવા ટાંકીના ગેટ પાસે 450 મીમી વ્યાસની નળિકા તેમજ વાલ્વ બદલવાની કામગીરી તા.11-01-2024ના રોજ સવારના પાણી વિતરણના સમયબાદ હાથ ધરવાની હોઈ જાંબુવા ટાંકીથી પાણી સાંજના સમયમાં અને મેળવતા વિસ્તારોમાં સવારના સમયમાં પાણી વિતરણ કરવામાં આવશે નહી, તેમજ તા.12-01-2024ના રોજ સાંજના સમયમાં પાણી વિતરણ વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે, જેથી જરૂરી પાણીનો જથ્થો સંગ્રહ કરવા વિનંતી કરી છે.


Google NewsGoogle News