Get The App

ડેમની સપાટી વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચતા નર્મદામાં ૨૮૪૬૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ડેમની સપાટી વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચતા  નર્મદામાં ૨૮૪૬૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું 1 - image

વડોદરાઃ ભારે વરસાદ તેમજ ઉપરવાસના ડેમમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૩૦.૮૧ મીટર સુધી પહોંચી છે.હાલ ડેમમાં ૩,૦૩,૨૬૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબિક મીટર છે.ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે ૬.૬૨૨ મિલિયન ક્યુબિક મીટર પાણીનો ભરાવો થતા ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના માધ્યમથી આશરે ૨૮૪૬૪ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમ નિગમની યાદીમાં જણાવાયું છે.

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.છેલ્લા બે કલાકમાં ડેમની સપાટી ૪૦ સેમી વધી છે.ચોમાસાની વર્તમાન સીઝનમાં ડેમની સપાટી  પ્રથમવાર ૧૩૦ મીટરને ઓળંગી ગઈ છે.હાલ ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર ૮ મીટર દૂર છે.


Google NewsGoogle News