આજવામાંથી વિશ્વામિત્રી નદીમાં રાત્રે પાણી છોડવાનું શરુ કરાયું

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
આજવામાંથી વિશ્વામિત્રી નદીમાં  રાત્રે પાણી છોડવાનું શરુ કરાયું 1 - image

વડોદરાઃ વરસાદે વિરામ લીધો છે અને વિશ્વામિત્રીની સપાટી ઘટીને ૧૨.૭૫  ફૂટ પર પહોંચી છે ત્યારે આજે રાતથી ફરી એક વખત આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનું શરુ કરવામાં આવ્યું છે.

મળતા આંકડા પ્રમાણે રાત્રે આઠ વાગ્યે આજવાની સપાટી ૨૧૩.૬૫ ફૂટ હતી. અને પ્રતાપપુરાની સપાટી ૨૨૮.૩૫ ફૂટ હતી.જ્યારે વિશ્વામિત્રીની શહેરમાં સપાટી ૧૨.૭૫ ફૂટ નોંધાઈ હતી.

જેના પગલે કોર્પોરેશનના શાસકોએ આજવાની સપાટી ઓછી કરવા માટે રાત્રે ફરી એક વખત પાણી છોડવાનું શરુ કરવાનો નિર્ણય લીધો હતો.સ્થાયી સમિતિના  ચેરમેનનું કહેવું છે કે, વરસાદે વિરામ લીધો છે તેમજ આજવાથી વિશ્વામિત્રી વચ્ચેના તળાવો કે બીજા વરસાદી કાંસોનું પાણી પણ વિશ્વામિત્રીમાં ઠલવાતું નથી ત્યારે હવે પાણી છોડવાનું શરુ કરાયું છે.જ્યાં સુધી પાણી છોડવાનુ ચાલુ રખાશે ત્યાં સુધી સ્થિતિ પર નજર રાખવામાં આવશે.

આજવાનુ લેવલ ૨૧૨.૫૦ ફૂટ રાખવું કે પછી ૨૧૨ ફૂટ રાખવું તે હવે પછી નક્કી કરાશે.પાણી છોડવાના કારણે વિશ્વામિત્રીની સપાટીમાં બે કે ત્રણ જ ફૂટનો વધારો નોંધાઈ શકે છે અને હાલમાં શહેરમાં વિશ્વામિત્રી તેની ભયજનક સપાટીથી ઘણી નીચે હોવાથી શહેરીજનોએ ચિંતા કરવાની જરુર નથી.



Google NewsGoogle News