વડોદરામાં છાણી કેનાલ રોડ પર આઉટ ગ્રોથ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ: લાખો લિટર પાણી વેડફાયું

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
વડોદરામાં છાણી કેનાલ રોડ પર આઉટ ગ્રોથ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ: લાખો લિટર પાણી વેડફાયું 1 - image


- પાણીની લાઈન તોડી નાખનાર કંપનીના કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવા કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડની માંગ

વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર

વડોદરા શહેરના છાણી કેનાલ રોડ પર છાણી એસટીપી થી ખોડીયાર નગર જવાના રસ્તે પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ હોવાથી સમગ્ર વિસ્તારને પાણી મળતું ન હતું જે અંગે વોર્ડ નંબર એકના કોર્પોરેટર જહા ભરવાડે કોર્પોરેશનનું ધ્યાન દોરતા પાણીની મેન લાઇન કોઈ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવતા  પાણીનું તળાવ થઈ ગયું હતું

છાણી કેનાલ રોડ પર આઉટ ગ્રોથ વિસ્તાર ખોડીયાર નગર અભયનગર ક્રિષ્ના નગર સહિત ની અસંખ્ય સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીનો તકલાટ સર્જાયો હતો આ અંગે અવારનવાર સ્થાનિક રહીશોએ કોર્પોરેટર જહા ભરવાડને રજૂઆતો કરી હતી પરંતુ કોઈ ફોલ્ટ પકડાતો ન હતો આખરે કોર્પોરેશનના અધિકારીઓને ખોડીયાર નગર પાસે પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાર મળી આવ્યું હતું અને આ પાણી નજીકના ખુલ્લા ખાડામાં ભરાતું હતું જેથી તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

પાણીની મુખ્ય લાઈનમાં પડેલા ભંગાણ નું પાણી નજીકના ખાડામાં ભરાતું હોવાથી ભંગાણ થયાની કોઈ જાણકારી મળતી ન હતી પરંતુ પાણીની મુખ્ય લાઈન નું દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવતાં ફોલ્ટ મળી આવ્યો હતો.

 આ પાણીની લાઈન કોઈ કંપનીના કોન્ટ્રાક્ટર એ ખોદકામ કરતી વખતે તોડી નાખી હોવાની શંકા હોવાથી કોર્પોરેટર જહા ભરવાડે કોર્પોરેશનના અધિકારીઓને આ એજન્સી કોણ છે તેની શોધી કાઢી પેનલ્ટી કરવા માંગણી કરી છે.


Google NewsGoogle News