વડોદરામાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટતા ઊંચા ફુવારા ઉડયા

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
વડોદરામાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટતા ઊંચા ફુવારા ઉડયા 1 - image


- કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામમાં બેદરકારી રખાતા લાઈન તૂટવાથી હજારો લિટર પાણીનો બગાડ 

વડોદરા,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર

વડોદરાના એરપોર્ટ સર્કલ થી ન્યુ વીઆઇપી રોડ તરફ જતા મિલન પાર્ટી પ્લોટની સામે રોડની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ કરવાથી પાણીની મોટી લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફુવારા ઉડ્યા હતા અને પાણીનો બેફામ વેડફાટ થયો હતો. એક બાજુ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, અને જે કંઈ મળે છે તે પણ દૂષિત અને ગંદુ હોય છે. લો પ્રેશરની સમસ્યા હોય છે, તેવા સમયે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીની મોટી લાઈન તૂટી જવાથી હજારો લિટર પાણી આ રીતે વેડફાઈ જવાથી તંત્રની સુપર વિઝન અંગે  દાખવવામાં કરવામાં આવતી બેદરકારીની પોલ પણ ખુલી ગઈ છે. વડોદરામાં ગટર, રોડ વગેરેની કામગીરી દરમિયાન જ્યારે ખોદકામ કરવામાં આવે છે, ત્યારે કોર્પોરેશનના સુપરવિઝનના અભાવે કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરવાથી પાણીની લાઈનો તૂટવાના અવારનવાર બનાવો બનતા રહે છે અને હજારો લાખો લિટર પાણીનો વેડફાટ થાય છે.


Google NewsGoogle News