વડોદરામાં રિટર્નિંગ વોલ ધરાશયી થતાં મુખ્ય પાણીની લાઈન તૂટી : પાણીનો વેડફાટ
Vadodara News : વડોદરા શહેર શહેરમાં ગઈ સાંજે પડેલા ધોધમાર વરસાદના કારણે કારેલીબાગ, કાસમ આલા કબ્રસ્તાન પાસેની ચતુરભાઈની ચાલીમાં રીટર્નિંગ વોલ ધરાશાયી થતાં નીચેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જવાથી હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ તૂટેલી લાઈનના કારણે નાગરવાડા વિસ્તારમાં પાણીની મુશ્કેલી સર્જાશે. ઉલ્લેખનીય છે કે છ વર્ષ અગાઉ પણ આ દિવાલ ધરાશાયી થવાથી મહિલા સહિત કેટલાક ઘોડાનું મૃત્યુ થયું હતું. તાજેતરમાં પડેલી દિવાલના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ગઈ સાંજે ત્રણે જ જેટલો ધોધમાર વરસાદ ગણતરીના કલાકોમાં ખાબક્યો હતો. દરમિયાન કારેલીબાગ કાસમ આલા કબ્રસ્તાન પાસેની ચીમનભાઈની ચાલીમાં વરસાદના કારણે ધરાશાયી થઈ હતી. પરિણામે નીચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાર સર્જાતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ શરૂ થયો છે. આ લાઈન નાગરવાડા વિસ્તારમાં જાય છે જેથી ત્યાં પણ પાણીની મુશ્કેલી સર્જાશે. પીવાના પાણીની મુખ્ય લાઈનમાં થયેલા ભાંગણનું વહેલી તકે રીપેરીંગ થાય એવી સ્થાનિક રહીશોની માંગ છે.