વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો, ગઈકાલથી અત્યાર સુધીમાં 11 ફૂટ લેવલ ઘટ્યું

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો, ગઈકાલથી અત્યાર સુધીમાં 11 ફૂટ લેવલ ઘટ્યું 1 - image


Vadodara Flooding : વડોદરામાં વિનાશ વેરનાર વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ગુરુવારની વહેલી સવારથી ઘટવા શરુ થયા છે, અત્યાર સુધીમાં આશરે 11 ફૂટ પાણી ઘટી જતાં મોટાભાગના નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રીની સપાટી ગઈકાલ સવાર સુધી 35.25 ફૂટ હતી. જે આજે સવારે 11:00 વાગે ઘટીને 24.20 ફૂટે પહોંચી હતી.

આમ, વરસાદ થંભી જતા અને આજવાનું પાણી પણ બંધ રહેતા વિશ્વામિત્રીના લેવલમાં ઝડપભેર ઘટાડો થવાના કારણે શહેરમાં પૂર બાદ જનજીવન ગઈકાલથી ધીમે ધીમે ધબકતું થયું છે. વિશ્વામિત્રીની સાથે-સાથે આજવા સરોવરમાં પણ ગઈકાલ બપોરથી ઘટાડો થયો છે. આજે સવારે 11:00 વાગે આજવાની સપાટી 213.70 ફૂટ હતી. આજવા સરોવરમાં સપાટી ચાર દિવસ અગાઉ 214.85 ફૂટે પહોંચી જતા ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું અને આજવા અને તેના ઉપર વાસ પ્રતાપપુરા સરોવરમાંથી ધરખમ પાણી છોડવાનો વારો આવ્યો હતો. જેના લીધે વડોદરામાં વિનાશક પૂર આવ્યું હતું. તંત્ર દ્વારા ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવીને આજવા સરોવરના દરવાજા 213.65 ફૂટે બંધ કર્યા હતા અને આજવાની આવક બંધ થતા વિશ્વામિત્રીનું લેવલ ઝડપથી ઘટ્યું હતું.


Google NewsGoogle News