160 કરોડના ખર્ચે બનેલા વડોદરા એરપોર્ટના નવા બિલ્ડિંગની છતમાંથી પાણી પડી રહ્યું છે
ટર્મિનલના એન્ટ્રી પોઇન્ટ ઉપર જ વરસાદી પાણી પડી રહ્યું છે, જો ધ્યાન ના રહે તો મુસાફર પલળી જાય
વડોદરા : ઉદ્દઘાટનના ૮ વર્ષમાં જ વડોદરા એરપોર્ટના ન્યુ ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગની હાલત ખરાબ થઇ ગઇ છે. વડોદરામાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને એરપોર્ટમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર જ છતમાંથી પાણી પડી રહ્યું છે.
તા.૨૨ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુ ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતું. જે તે સમયે આ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાની જાહેરાતો પણ થઇ હતી જો કે એ વાત અલગ છે કે હજુ સુધી વડોદરાને એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી નથી.
દરમિયાન જુના એરપોર્ટ બિલ્ડિંગની બાજુમાં જ રૃ. ૧૬૦ કરોડના ખર્ચે૧૮,૧૨૦ સ્ક્વેર મીટરમાં બનેલા ન્યુ બિલ્ડિંગમાં તકલાદી માલ-સામાનનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ મુસાફરો કરી રહ્યા છે કેમ છે છેલ્લા ૧૦ દિવસથી મુસાફરો ફરિયાદ કરી રહ્યા છે જે એરપોર્ટ ટર્મિનલમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર જ વરસાદી પાણી છતમાંથી પડી રહ્યું છે જેના કારણે જો ધ્યાન ના રહે તો મુસાફરો પલળી પણ જાય છે.