Get The App

વડોદરા: આજવા સરોવરના 62 દરવાજામાંથી છેલ્લા 12 દિવસથી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતું પાણી

Updated: Jul 30th, 2022


Google NewsGoogle News
વડોદરા: આજવા સરોવરના 62 દરવાજામાંથી છેલ્લા 12 દિવસથી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતું પાણી 1 - image


- જોકે આજવામાં હવે સપાટી ઘટતા 974 ક્યુસેક પાણીની જ આવક

- વિશ્વામિત્રીની સપાટી 7.50 ફૂટ

વડોદરા,તા.30 જુલાઈ 2022,શનિવાર

વડોદરા શહેરના ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજામાંથી છેલ્લા 12 દિવસથી 211 ફૂટના લેવલ પછીનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં સતત ઠલવાઈ રહ્યું છે. જો કે હવે સરોવરમાં લેવલ ધીમે ધીમે ડાઉન થતું હોવાથી ક્યુસેકનું પ્રમાણ ઘટ્યું છે. આજે સવારે આજવા સરોવરનું લેવલ 211.20 ફૂટ હતું અને 62 દરવાજા તેમજ આજુબાજુના નદીનાળા માંથી 974 ક્યુસેક પાણીની આવક વિશ્વામિત્રીમાં ચાલુ રહી હતી. 62 દરવાજામાંથી હજી પણ 20ના લેવલ પરથી પાણી વહી રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી ઉઘાડ છે અને વરસાદે વિરામ રાખ્યો છે એટલે હાલમાં ચિંતાનું કોઈ કારણ નથી. બીજી બાજુ વિશ્વામિત્રી નદીનું લેવલ પણ સતત ઘટી રહ્યું છે. આજે સવારે નદીની સપાટી 7.50 ફૂટ હતી આજવા સરોવર અને ઉપરવાસમાં ગઈ 18મી રાત્રીએ વરસાદ થવાને લીધે 19મી એ સવારે સપાટી 211 ફૂટ થી વધી જતા 62 દરવાજામાંથી પાણી નદી તરફ વહેતા થયા હતા ત્યારથી માંડીને આજ સુધી 62 દરવાજા પરથી પાણી ચાલુ જ રહ્યા છે. ચાલુ સિઝનમાં ત્રણ ચાર દિવસ પહેલા આજવાનું લેવલ સૌથી વધુ 211.75 ફૂટે પહોંચી ગયું હતું ,અને 3,882 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં આવતું હોવાથી પૂર આવે તેવો ભય ઊભો થયો હતો, પરંતુ વરસાદ થંભી જતા તંત્ર એ રાહત અનુભવી હતી. અત્યાર સુધીમાં આજવા વિસ્તારમાં મોસમનો કુલ વરસાદ 753 મિ મી થયો છે. આજવાના ઉપરવાસમાં પ્રતાપપુરામાં હાલ પાણીનું લેવલ ઝીરો છે.


Google NewsGoogle News