વડોદરા: તાંદલજા વિસ્તારમાં પાણી ભરાયા: રસ્તો નહીં તો વેરો નહીં ના સુત્રોચાર-દેખાવો
વડોદરા,તા.4 જુલાઈ 2022,સોમવાર
તાંદલજા વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં ભોગવી પડી છે હાલાકી તંત્ર તથા કાઉન્સિલરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 વિસ્તારના તાંદલાજા વિસ્તારના અલ મુકામ પાસેથી પસાર થતી હાઈટેન્શન લાઇન પસાર થતી હોય તેને અડી ને રોડની કામગીરી તથા વરસાદની કાચની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો દ્વારા વોર્ડ કચેરી તથા વિસ્તારના કાઉન્સિલરોને પણ રજૂઆત કર્યા હોવા છતાં રોડ તથા વરસાદી કાચની કામગીરી ન થતા સ્થાનિકો દ્વારા આજરોજ ભારે સૂત્રોચ્ચાર કરી તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.