Get The App

વડોદરામાં આજવા ટાંકીની પાણીની લાઈનને નવી લાઈન સાથે જોડાણની કામગીરીના કારણે આજવા રોડ પર કાલે પાણી કાપ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં આજવા ટાંકીની પાણીની લાઈનને નવી લાઈન સાથે જોડાણની કામગીરીના કારણે આજવા રોડ પર કાલે પાણી કાપ 1 - image

વડોદરા,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

વડોદરાના આજવા ટાંકી ખાતેથી નીકળતી ડિલિવરી પાણીની નળીકાને નવીન પાણીની નળીકા સાથે જોડવાની કામગીરીના કારણે પૂર્વ વિસ્તારના અમુક વિસ્તારમાં કાલે સાંજના સમયે પાણીનું વિતરણ કરાશે નહીં. જેથી હજારો લોકોને મુશ્કેલી ઊભી થશે. 

આજવા ટાંકી ખાતેથી નીકળતી હયાત ડિલિવરી પાણીની નળીકાને નવીન પાણીની નળીકા સાથે જોડાણ કરવાની કામગીરી આવતીકાલે તારીખ 2ના રોજ સવારે હાથ ધરવામાં આવશે. જેથી આજવા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવેલ કિશનવાડી વુડાના મકાનો, પૂજાપાર્ક, શેષ નારાયણ સોસાયટી, બીલીપત્ર સોસાયટી, ખોડીયાર નગર ચાર રસ્તાથી એસ્સાર પેટ્રોલ પંપનો વિસ્તાર, બાપોદ ગામ અને બાપોદ ગાર્ડનનો વિસ્તાર, દ્વારકા સોસાયટી, બાપોદ પોલીસ સ્ટેશન પાછળનો વિસ્તાર, રામપાર્ક, અહેમદ પાર્ક, ડભોઇ દશાલા ભવનમાં પાછળનો વિસ્તાર, વહીવટી વોર્ડ નંબર પાંચની પાછળના વિસ્તાર ખાતે કાલે સાંજના સમયે પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં. તેમજ તારીખ 3ને શનિવારના રોજ આ વિસ્તારમાં આજવા ટાંકીથી વિતરણ થતાં ઝોનમાં પાણીનું વિતરણ વિલંબથી અને હળવા દબાણથી કરવામાં આવશે. જેથી આ વિસ્તારમાં રહેતા હજારો નાગરિકોએ એક ટાઈમ પાણી વિના હાલાકી વેઠવી પડશે.


Google NewsGoogle News