ખેડા અને આણંદમાં કુલ47 લાખના મુદ્દામાલ સાથેના દારૃના કેસમાં વડોદરાનો નામચીન વિપુલ 4 વર્ષે પકડાયો
વડોદરાઃ ખેડા અને આણંદ વિસ્તારમાં પકડાયેલા દારૃના કેસમાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આણંદ તેમજ મહુધા પોલીસને સોંપવા તજવીજ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,વર્ષ-૨૦૨૦માં સોલર પેનલ ભરેલી ટ્રકમાંથી ૧૧ લાખની કિંમતની દારૃની ૩૭૩૨ બોટલ પકડાઇ હતી અને પોલીસે કુલ રૃ.૪૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જે કેસમાં વડોદરાના ન્યુ સમા વિસ્તારમાં અમર કોમ્પ્લેક્સમાં રહેતા વિપુલ ઉર્ફે બોસ રમણભાઇ પરમારનું નામ ખૂલ્યું હતું.
આવી જ રીતે આમંદખાતે વર્ષ-૨૦૨૧માં પોલીસે રૃ.૧ લાખ ઉપરાંતની કિંમતની દારૃની ૧૬૮ નંગ બોટલ કબજે કરતાં તેમાં પણ વિપુલનું નામ ખૂલ્યું હતું.જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના રહેણાંક મકાને તપાસ કરી ઝડપી પાડયો હતો.
વિપુલ સામે બીજા પણ પોલીસ સ્ટેશનોમાં દારૃના કેસો થયા છે અને ચાર વાર પાસા હેઠળ જેલ પણ જઇ આવ્યો છે.વડોદરા પોલીસે આણંદ અને મહુધા પોલીસને જાણ કરી છે.