15 દિવસમાં દારૃના ત્રણ મોટા કેસ છતાં વોન્ટેડ આરોપીઓનો પત્તો નથી,પોલીસની દોડધામ
વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા પંદર દિવસમાં દારૃના ત્રણ મોટા કેસો કરવામાં આવ્યા છે.પરંતુ તેના નેટવર્કની તપાસ કરવામાં પોલીસને ધારી સફળતા મળી નથી.
આજવારોડ વિસ્તારમાં સરદાર એસ્ટેટ નજીક દારૃના કટિંગ દરમિયાન એસએમસીએ દરોડો પાડી ૧૩ વાહનો અને દારૃ મળી કુલ રૃ.સવા કરોડનો જથ્થો ઝડપી પાડયો હતો.જે કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે.
જ્યારે રણોલી વિસ્તારમાં પણ આવી જ રીતે દારૃના કટિંગ વખતે એસએમસીની ટીમે દરોડો પાડી રૃ.૩૨ લાખના દારૃ સાથે કુલ રૃ.૫૨ લાખની મત્તા કબજે કરી હતી.જેમાં પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.નંદેસરી પોલીસે પણ બે દિવસ પહેલાં દારૃનું ગોડાઉન પકડી રૃ.૧૧.૫૨ લાખનો દારૃ પકડયો હતો.જેમાં છ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
આમ,એક પછી એક ત્રણ કિસ્સામાં સૂત્રધારો અને નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.પરંતુ પોલીસને ધારી સફળતા મળી નથી અને પોલીસની ટીમો આરોપીઓને શોધવા માટે દોડધામ કરી રહી છે.