ગોલ્ડન ચોકડી પાસે દારૃ ભરેલો બિનવારસી ટેમ્પો મળવાના બનાવમાં ફરાર આરોપી બે વર્ષે પકડાયો
વડોદરાઃ ગોલ્ડન ચોકડી પાસે બે વર્ષ પહેલાં દારૃ ભરેલો ટેમ્પો બિનવારસી મળી આવવાના બનાવના આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
ગોલ્ડન ચોકડી પાસે આરટીઓ જવાના રસ્તે બે વર્ષ પહેલાં પોલીસે એક ટેમ્પાને ચેક કરતાં તેમાંથી રૃ.૨.૬૦ લાખની કિંમતના દારૃની ૬૧૨ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
આ બનાવમાં ડીસીપી પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં રાજપાલ સિંગ જગદીશકુમાર જાટ(કાકુઆ ગામ, આગ્રા)નું નામ ખૂલતાં તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.આખરે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સને આધારે તેને ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ કરી છે.