વડોદરામાં 30 ટકા વ્યાજ વસૂલવા હુમલો કરનાર વ્યાજખોર પાસા હેઠળ જેલ ભેગો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
વડોદરામાં 30 ટકા વ્યાજ વસૂલવા હુમલો કરનાર વ્યાજખોર પાસા હેઠળ જેલ ભેગો 1 - image

વડોદરા,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર

વડોદરામાં સમા વિસ્તારમાં 30 ટકા વ્યાજે રકમ વસૂલવા માટે હુમલો કરનાર માથાભારે શખ્સને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો છે.

ન્યુ સમા રોડ ના શક્તિ પાર્ક ખાતે રહેતા હર્ષ સાયાનીએ સંગ્રામ ભરવાડ પાસે રૂ.3 લાખ 30 ટકાના વ્યાજે લીધા હતા. તેણે રૂ.6 લાખ ચૂકવી દીધા હોવા છતાં સંગ્રામ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરી ધાક ધમકી આપવામાં આવતી હતી.

વધુ રકમની ઉઘરાણી માટે યુવકને સમા સાવલી રોડના લોટસ ઓરા ખાતે યુવકને બોલાવી સંગ્રામ અને તેના સાગરીતોએ હુમલો કરતા પોલીસે હુમલાખોરોની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવમાં મુખ્ય આરોપી સંગ્રામ ભાયાભાઈ ભરવાડ (સમા બસ સ્ટેન્ડ પાસે) ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

      


Google NewsGoogle News