Get The App

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજનામાંથી વુડાને રકમ અપાશે

૬૬ કિમી લાંબા રિંગ રોડના પ્રથમ તબક્કામાં ૨૭ કિમીની કામગીરી માટે નાણાંકીય ફાળવણી કરાઇ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજનામાંથી વુડાને રકમ અપાશે 1 - image

વડોદરા, વડોદરામાં રિંગ રોડના નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડની ફાળવણી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે.

વડોદરા અને તેના આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના વધતા જતા વિકાસને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સાથેના સુઆયોજીત વિકાસ માટે વુડાએ રિંગરોડ બનાવવાની જરૃરીયાત દર્શાવતું પ્રેઝન્ટેશન અને દરખાસ્ત જીયુડીએમમાં કરી છે. મુખ્યમંત્રી સમક્ષ આ દરખાસ્ત રજૂ થતાં તેમણે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા)ને રિંગરોડ નિર્માણ માટે આ ૩૧૬.૭૮ કરોડ રૃપિયા મંજુર કર્યા છે.

આ રિંગ રોડ ૬૬ કિ.મી લાંબો અને ૭૫ મીટર પહોળાઇ સાથેનો બનશે. પ્રથમ તબક્કામાં ૪૫ મીટર પહોળાઇ સાથે ૨૭.૫૮ કિ.મી. લંબાઇના રિંગરોડ માટે આ રકમ ફાળવવામાં આવી છે.

 નાણાં ફાળવણી થતા ંહવે નિર્માણ કાર્ય વેગવંતુ બનશે.

 પૂર્વ વિસ્તારમાં ૧૦.૭૦ કિ.મી. અને પશ્ચિમ વિસ્તારમાં ૧૬.૮૪ કિ.મી. રોડનું કામ હાથ ધરાશે. એટલુંજ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતાનગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે, અને મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે-૮ પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે. પશ્ચિમ વિસ્તારમાં જે ૧૬.૮૫ કિ.મી.ના રિંગરોડ બનશે. તેના કારણે ટ્રાફિક ભારણ ઘટશે.


Google NewsGoogle News