વડોદરા વકીલ મંડળની ચૂંટણીના મતદાનનો પ્રારંભ : 18 જગ્યા માટે 42 ઉમેદવારો વચ્ચે હરીફાઈ

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
વડોદરા વકીલ મંડળની ચૂંટણીના મતદાનનો પ્રારંભ : 18 જગ્યા માટે 42 ઉમેદવારો વચ્ચે હરીફાઈ 1 - image

વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરા વકીલ મંડળના હોદ્દેદારોની આગામી વર્ષ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત 18 જગ્યા માટે કુલ 42 ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ ઉમેદવારોનું ભાવી 3039 મતદારો નક્કી કરશે. સાંજે 5 વાગ્યા સુધી થનારા મતદાન બાદ તુરંત જ ગણતરી શરૂ થશે અને મુખ્ય હોદ્દાઓ માટેના પરિણામો મોડી સાંજ સુધીમાં આવવાની શક્યતા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ રીતે આશરે 250 જેટલા વકીલ મતદારોએ મતદાન. કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા વકીલ મંડળની ચૂંટણી અંગે મતદાન આજે નિયત સમયે સવારે 10 વાગે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું. ચૂંટણી અંગે તમામ ઉમેદવારોના ટેકેદારો સહિત મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારથી જ મતદાન માટે લાઈન લાગી ગઈ હતી. પ્રચાર ગઈકાલે નિયત સમયે બંધ થયો હતો. મતદાનની પ્રક્રિયા જોવા માટે વિશાળ સ્ક્રીન પણ સંકુલમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન કરવા આવતા મતદારોને જે તે ઉમેદવારોના ટેકેદારો પોતાના પોતપોતાના ઉમેદવારને મત આપવા સમજાવી રહ્યા હતા. જોકે ગઈ ચૂંટણીમાં નજીવા મતે પરાજિત થયેલા પૂર્વ પ્રમુખ એડવોકેટ હસમુખ ભટ્ટ અને હાલના પ્રમુખ એડવોકેટ નલિન પટેલ વચ્ચે ભારે રસાકસી રહેવાની સંભાવના નકારી શકાતી નથી. આ બંને ઉમેદવારો સહિત મંત્રી પદના ઉમેદવારોની ચૂંટણીનું પરિણામ મોડી સાંજ સુધી આવવાની શક્યતા સિવાય રહી છે. મતદાન બાબતે ચાર થી પાંચ જેટલા સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News