Get The App

ગાંધીનગરની ગરમીમાં મતદારો અકળાયા મહત્તમ તાપમાન 42.5 ડિગ્રીએ

Updated: May 7th, 2024


Google NewsGoogle News
ગાંધીનગરની ગરમીમાં મતદારો અકળાયા મહત્તમ તાપમાન 42.5 ડિગ્રીએ 1 - image


૨૪ કલાકમાં ૨ ડિગ્રીનો વધારો થતા

પાટનગરમાં સીઝનની સૌથી વધુ પડેલી ગરમીમાં નગરજનો પરસેવે  રેબજેબ : મતદાન મથકોમાં અસર વર્તાઈ

ગાંધીનગર :  સમગ્ર રાજ્યમાં મે માસના પ્રારંભથી બદલાયેલા વાતાવરણથી ગરમીની મોસમ આક્રમક બની હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થઈ રહ્યો છે.થોડા દિવસ અગાઉ  કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આવી હતી.જેના પગલે વાદળછાયા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડયો હતો.ત્યારબાદ વાદળો દૂર થતા અચાનક તાપમાનના પારામાં વધારો થવાથી તેજ બની રહેલી ગરમીમાં છેલ્લા ૨ દિવસથી નગરજનો અકળાઈ ઉઠયા છે.ત્યારે મંગળવારે લોકસભાની ચૂંટણીના દિવસે ગરમી આક્રમક બનતા સમગ્ર દિવસ દરમિયાન મતદારો અકળાયા હતા.  મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી આવીને અટકી જતા સીઝનના સૌથી ગરમ દિવસનો અનુભવ નગરજનોને કરવો પડયો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં બદલાયેલા હવામાનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી અનુભવવા મળી હોય તે પ્રકારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં થોડા દિવસ  અગાઉ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. તેની અસર શહેર ઉપર જોવા મળી હતી અને તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ તાપમાનના પારામાં વધારો થવાથી છેલ્લા ૨ દિવસથી નગરજનો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે.તો બીજી તરફ લોકસભાની ચૂંટણીના દિવસે ઉનાળાની મોસમની ગરમી આક્રમક બની હોય એ પ્રકારે તાપમાનના પારામાં વધારો નોંધાયો હતો. સવારથી જ તાપમાનના પારામાં વધારો થવાથી મતદારો પણ ગરમીમાં અકળાઈ ગયા હતા. તો બીજી તરફ મતદાન મથકો ઉપર પણ ગરમીની અસર વર્તાઈ હતી. સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો ૨૭.૨ ડિગ્રી આવીને અટક્યો હતો.તો મહત્તમ તાપમાન ૪૦.૬ ડીગ્રીએ નોંધાયું હતું.તો બીજી તરફ મંગળવારે પાટનગરના આકાશમાંથી અગનવર્ષા વરસી હોય તે પ્રકારે તાપમાનમાં વધારો થવાથી ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી આવીને અટક્યો છે.તેની અસર દિવસ દરમિયાન અનુભવવા મળી છે.૨૪ કલાકમાં જ મહત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો નોંધાયો છે.મંગળવારે લઘુતમ તાપમાનમા વધારો નોંધાતા ૨૮.૯ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી આવીને અટક્યું છે.જેના પગલે નગરજનોને સિઝનની સૌથી વધુ ગરમીનો અહેસાસ કરવો પડયો છે.આક્રમક ગરમીનો  સામનો લોકોને કરવો પડશે તેવી આગાહી પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભેજના પ્રમાણમાં થઈ રહેલા વધારાના પગલે ઉકળાટભર્યા વાતાવરણમાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ગરમીમાં શ્રમજીવીઓની હાલત કફોડી બની

ગાંધીનગર શહેરમાં છેલ્લા ૨ દિવસથી તાપમાનના પારામાં સતત થઈ રહેલા વધારાની અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે. ત્યારે ખુલ્લામાં વસવાટ કરતા અને શ્રમકામ સાથે સંકળાયેલા શ્રમજીવીઓની હાલત કફોડી જવા પામી છે. તો ખુલ્લામાં કામ કરતા મજૂરો પણ પરસેવે રેબજેબ થઈ રહ્યા છે.

પાટનગરમાં સપ્તાહનો ગરમીનો પારો

૧ મે        ૪૦.૨ ડિગ્રી

૨ મે        ૩૯     ડિગ્રી

૩ મે        ૪૧.૨  ડિગ્રી

૪ મે        ૩૭.૮  ડિગ્રી

૫ મે        ૩૮.૬  ડિગ્રી

૬ મે        ૪૦.૬  ડિગ્રી

૭ મે        ૪૨.૫  ડિગ્રી


Google NewsGoogle News