વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે દબાણ દુર કરવાની કામગીરીમાં કોર્પોરેશનની બેવડી નીતિ, સવારે 5 વાગ્યાથી મોટી ગાડીઓ ટ્રાફિકમાં નડતરરૂપ

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે દબાણ દુર કરવાની કામગીરીમાં કોર્પોરેશનની બેવડી નીતિ, સવારે 5 વાગ્યાથી મોટી ગાડીઓ ટ્રાફિકમાં નડતરરૂપ 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દુર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે. જેને લઇને લારી ધારકો ખફા થયા છે. તેઓ જણાવે છે કે, તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે 5 વાગ્યે કરે, સવારે 5 વાગ્યે એક એક્ટીવા પણ જઇ ન શકે તેવી સ્થિતી હોય છે. સાથે જ ભાડા અને ભરણના આરોપો પણ મુકવામાં આવ્યા છે. 

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી મુકી ફ્રુટ્સ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફીક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કામગીરીથી લારી ધાકરો ખફા થયા છે અને આજે સુત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ તંત્ર પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. ગત રાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા.

વિક્રેતા સર્વે જણાવે છે કે, સવારે 5 વાગ્યાથી લઇ 8 વાગ્યા સુધી મોટી ગાડીઓ રોડ પર લગાડીને ટ્રાફિક કરવામાં આવે છે. તે લોકો 9 વાગ્યા પહેલા ધંધો કરીને જતા રહે છે. પછી અમે સ્થાનિકો લારી લઇને ફુટપાથ પર બેસીનો ધંધો કરી રહ્યા છે. અમને હટાવી દેવામાં આવે છે. સતત 8 દિવસથી અમારૂ ખુન ચુસી લેવામાં આવી રહ્યું છે. અમે 44 ડિગ્રીની ગરમીમાં ભગાડવામાં આવે છે. તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે 5 વાગ્યે કરે, સવારે 5 વાગ્યે એક એક્ટીવા પણ જઇ ન શકે તેવી સ્થિતી હોય છે. જેની દુકાનો નથી, તેઓ રોડ પર ધંધો કરે છે. ભાડા અને ભરણ પણ આપવામાં આવે છે. લારીઓ વાળાને આખો દિવસ હેરાન કરે છે. ચોક્કસ લોકોને હેરાન કરવામાં નથી આવતા. લારીઓ દબાઇને ઉભી રાખવામાં આવે છે. અમને કંઇ થઇ ગયું તો જવાબદાર કોણ ? સવારે તમે 5 વાગ્યે આવીને જુઓ તો 9 વાગ્યા સુધી ચાલવા વાળા માણસોને પણ જગ્યા ન મળે તેવી સ્થિીત સર્જાય છે. મહિલા જણાવે છે કે, સવારમાં કોઇ આવતું નથી. પાલિકા કે પોલીસ કોઇ આવતું નથી.  9 વાગ્યા પછી જ બધા આવે છે. મોટી ગાડીઓને કારણે જ ટ્રાફિક થાય છે.


Google NewsGoogle News