નવી પેન્શન સ્કીમનો અમલ થશે તો વડોદરા કોર્પોરેશન પર રૂ.13 કરોડનો આર્થિક બોજો પડશે

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
નવી પેન્શન સ્કીમનો અમલ થશે તો વડોદરા કોર્પોરેશન પર રૂ.13 કરોડનો આર્થિક બોજો પડશે 1 - image


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં નવિન પેન્શન સ્કીમ હેઠળ સમાવિષ્ટ કર્મચારીના ફાળા સામે આપવાપાત્ર ફાળામાં વધારો કરવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. જેથી વાર્ષિક રૂ.પાંચ કરોડનો બોજો પડશે જ્યારે ફેબ્રુઆરી 2024 થી નવા નિયમ પ્રમાણે કોર્પોરેશનનો 14 ટકા ફાળો ભરપાઈ કરવાનો છે. જેને કારણે રૂ.8 કરોડની રકમ ડિફરન્સના ભરવાના રહેશે. જેથી આ વર્ષે કોર્પોરેશન પર નવી પેન્શન યોજનાને કારણે રૂ.13 કરોડનો આર્થિક બોજો પડશે તેમ જાણવા મળે છે.

 ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ તથા કોર્પોરેશનમાં તા.1.4.2005થી કાયમી થનાર કે નવિન નિમણુંક પામનાર કર્મચારીઓને નવિન વર્ધિત પેન્શન (એનપીએસ) હેઠળ સમાવિષ્ટ કરી યોજના અનવયે દરેક કર્મચારીઓના બેઝીક પગાર+ મોંઘવારી ભથ્થાની રકમ મુજબ 10% રકમ પગારમાંથી કપાત કરી તેટલો જ સમાન પાલિકાનો સંસ્થા તરીકે ફાળો તેમા ઉમેરી દર માસે એનએસડીએલ કુલ રકમ જમાં કરાવવાની પ્રથા અમલમાં છે. એનએસડીએલ દ્વારા જે તે કર્મચારીના બન્ને ફાળાની રકમને વ્યક્તિગત પીઆરએએનમાં તેને જમાં કરી નિયમ મુજબ કાર્યવાહી કરે છે. હાલ યોજનાનો લાભ પાલિકાના ૩૧૦૦ જેટલા કર્મચારીઓ લઇ રહયા છે. યોજનામાં અગાઉ ઓકટોબર- ૨૦૨૨ રાજ્ય સરકાર દ્વારા કર્મચારી અને સંસ્થાએ આપવાપાત્ર ફાળાની નિતિમાં સુધારો કરેલ છે. સુધારા અગાઉ કર્મચારીના માસિક બેઝીક પગાર + મોંઘવારી ભથ્થાની રકમ મુજબ ૧૦% રકમ પગારમાંથી કપાત કરી તેટલો સમાન ફાળો જે સંસ્થાએ આપવાનો થતો હતો તેમા સુધારો કરી કર્મચારી ૧૦%ની જગોએ ૧૨% કે ૧૪%નો વિકલ્પ પસંદ કરી તેના પગારમાંથી કપાવે તો સંસ્થાએ પણ તેટલો સમાન ફાળો જે તે કર્મચારી માટે આપવાનો રહેશે તેવી નિતિ દાખલ કરેલ. તેનો અમલ તા. ૦૧.૧૧.૨૦૨૨થી કરવાપાત્ર થતો હતો પરંતુ નાણાં વિભાગની મંજુરીથી નવી વર્ધિત પેન્શન યોજનાનો સ્વીકાર કરેલ હોય તે સંસ્થાઓએ નાણાકીય સધ્ધરતાને ધ્યાને લઈ ઠરાવ મુજબ સંસ્થાનો ફાળો વધારતા પહેલાં નાણાં વિભાગની પૂર્વ મંજુરી લેવાની રહેતી હતી. પાલિકા તરફથી નાણા વિભાગની પુર્વ મંજુરી માટે પત્ર લખવામાં આવેલ છે પરન્તુ તેમના તરફથી પ્રત્યુત્તર મળેલ નથી.

દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કર્મચારી અને સંસ્થાએ આપવાપાત્ર ફાળાની નિતિમાં પુન: સુધારો કરવામાં આવેલ છે. સુધારા અનુસાર માર્ચ ૨૦૨૪થી નવિન વર્ધિત પેન્શન હેઠળ સમાવિષ્ટ કર્મચારીના માસિક બેઝીક પગાર+ મોંઘવારી ભથ્થાની રકમ મુજબ ૧૦% રકમ પગારમાંથી કપાત કરી સંસ્થાએ પોતાના ફાળા તરીકે ૧૪% આપવાના રહેશે તેવી નિતિ દાખલ કરેલ છે. તેનો અમલ તા.૧.૩.૨૦૨૪થી કરવાપાત્ર થાય છે અને પરંતુ તેનો અમલ કરતા પહેલા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મારફતે નાણાં વિભાગ પુર્વ મંજુરી મેળવવા અંગેનો ઉલ્લેખ છે. ઓક્ટોબર ૨૦૨૨ના સુધારા અન્વયે પાલિકા રાજ્ય સરકારના નાણા વિભાગને પુર્વ મંજુરી અર્થે મોકલાવેલ પત્રના સંદર્ભે તપાસ કરતા તેઓ તરફથી હાલ થયેલ સુધારાને અનુલક્ષીને પાલિકામાં તેનો અમલીકરણ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.


Google NewsGoogle News