વડોદરામાં દબાણ હટાવવા માટે પાલિકાની માત્ર બે જ ટીમ : મરી માતાના ખાંચામાં અને ખંડેરાવ માર્કેટ આસપાસથી દબાણો દૂર કરાયા

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
વડોદરામાં દબાણ હટાવવા માટે પાલિકાની માત્ર બે જ ટીમ :  મરી માતાના ખાંચામાં અને ખંડેરાવ માર્કેટ આસપાસથી દબાણો દૂર કરાયા 1 - image

image : File photo

Encroachment Removed in Vadodara : વડોદરા શહેરભરમાં જાહેર રોડ રસ્તાના કિનારે તથા નાની મોટી ગલી-કુચીઓમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદે દબાણોનો ઠેરઠેર રાફડો ફાટ્યો છે, ત્યારે પાલિકા તંત્રની માત્ર બે ટીમ કેટલી જગ્યાએ કાર્યવાહી કરે એ એક મોટો પ્રશ્ન છે. ત્યારે રાજમહેલ રોડના મરી માતાના ખાંચામાં અને ખંડેરાવ માર્કેટ આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરીને પાલિકા તંત્રએ એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મરી માતાના ખાંચામાં સવારે 11 વાગ્યા બાદ ખુલતી દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામે છે. તો પછી પાલિકાની ટીમે શું કાર્યવાહી કરી એ મોટો પ્રશ્ન છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ મહેલ રોડના મરી માતાના ખાચામાં મોબાઇલ એસેસરીઝ અને મોબાઇલ સહિત અન્ય ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓની અનેક દુકાનો આવેલી છે. આ દુકાનો 11 વાગ્યા આસપાસ ખુલતી હોય છે. જ્યારે બીજી બાજુ પાલિકાની દબાણ શાખાની ટીમ વહેલી સવારે આ જગ્યાએથી ગેરકાયદે દબાણો હટાવવા પહોંચી હતી, પરંતુ જ્યાં દુકાનો જ ખુલી ન હોય તો પછી દુકાનદારોના ગેરકાયદે દબાણો કેવી રીતે થયા?. પાલિકાની દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાં ત્રાટકીને શું કાર્યવાહી કરી એ ચર્ચાનો વિષય છે. 

જ્યારે બીજી બાજુ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં વહેલી સવારથી ફ્રુટના પથારાવાળા અને દુકાનદારો દ્વારા વેપાર ધંધાના ઇરાદે ગેરકાયદે દબાણો કરાયો છે. આવા તમામ ગેરકાયદે દબાણો દૂર કરાવીને પાલિકા તંત્રની દબાણ શાખાએ રોડ-રસ્તા અને ફૂટપાથ ખુલ્લા કરાવી દીધા હતા. મરી માતાના ખાંચા સહિત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરીને દબાણ શાખાની ટીમને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકાના સ્ટોરમાં જમા કરાવ્યો હતો.


Google NewsGoogle News