વડોદરા શહેરનું ગ્રીન ઓડિટ કરાવવા સહિત સ્થાયી સમિતિએ વહીવટી તંત્રને વિવિધ સૂચનો કર્યા

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
વડોદરા શહેરનું ગ્રીન ઓડિટ કરાવવા સહિત સ્થાયી સમિતિએ વહીવટી તંત્રને વિવિધ સૂચનો કર્યા 1 - image

વડોદરા,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર

સ્થાયી સમિતિએ મ્યુનિસિપલ કમિશનર એ સૂચવેલા કર દર જેસે થે રાખ્યા છે તેની સાથે સાથે વહીવટી તંત્રને વિવિધ સૂચનો પણ કર્યા છે.

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરનું ગ્રીન કરવામાં આવે તે સહિત વિવિધ સૂચનો અમલ કરવા મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું છે.

 સ્થાયી સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિના સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ વિવિધ સૂચનો કર્યા છે જેમાં ગાર્ડન, ઝુ તથા અન્ય જગ્યાએ જ્યા શક્ય હોય ત્યાં OR-CODE ની વ્યવસ્થા ઉભી કરી ડીજીટલ પેમેન્ટ સ્વીકારવું. વડોદરા શહેરનું ગ્રીન ઓડીટ કરવું.

  1.  ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે નવિન પ્લાન્ટ ડેવલપ કરવો તથા રૂપારેલ કાંસ ઉપર પ્રિ-કાસ્ટ સ્લેબ ભરવો તથા રીટેઇનીંગ વોલ કરવી.
  2. પી.પી.પી.મોડેલ પર નવિન પેટ્રોલ પંપો વિકસાવવા.
  3. સેન્ટ્રલ વર્કશોપ નવિન અત્યાધુનિક બનાવવો.
  4.  બે ઝોનમાં વ્હિકલપુલ બનાવવાનું આયોજન કરવું.
  5.  બે ઝોનમાં વેટમીક્સ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવું.
  6.  કોર્પોરેશનના અલગ-અલગ વિસ્તારોમાં પાર્કીંગની વ્યવસ્થા ઉભી કરવી.
  7.  નવિન પ્લેનેટોરીયમ બનાવવાનું આયોજન કરવું.
  8.  ટ્રીટેડ વેસ્ટ વોટર સેલની રચના કરવી.
  9.  ટ્રાફીકની સુવિધા માટે સાઇનેઝીસ, કેટઆઇ, રીફલેફ્ટર વિગેરે જેવી ટ્રાફીક ફર્નિચર તથા ટ્રાફીક સીગ્નલ બનાવવાની વ્યવસ્થા ટુંક સમયમાં ઉભી કરવી.
  10.  દરેક શાળા, કોલેજો તથા ક્રાઉડેડ બેઝીસ પર ફાયર ફાઇટીંગની જાણકારી, ટ્રેનીંગ તથા મોકડ્રીલ કરવું.
  11. વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં પી.પી.પી.મોડલ પર ઇ-વ્હિકલ ચાર્જીંગની રેકપીકર્સ માટે પાયલટ પ્રોજેક્ટ બનાવવો.
  12.  પાણીના નવિન સ્ત્રોત વિકસાવવાનો સમાવેશ થાય છે.

Google NewsGoogle News