કેરીના રસ બનાવતા અનેક ઘંઘાર્થીને ત્યાં VMC આરોગ્ય વિભાગના દરોડા
Food Safty Vadodara Corporation: વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે બરોડા ડેરી નજીક આવેલ અગ્રવાલ ડેરીના કેરીના રસના સેમ્પલ લીધા હોવાનું જાણવા મળ્યુ છે.
ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે. અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળે છે. ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે.. બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા આપણે.. ત્યારે વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર સેમ્પલ લેવામાં આવ્યાં હતા અને અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે.