Get The App

હોટલો રેસ્ટોરન્ટની તપાસ માટે સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવા આરોગ્ય વિભાગની સૂચના : વડોદરા કોર્પોરેશન દ્વારા ચેકિંગ શરૂ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
હોટલો રેસ્ટોરન્ટની તપાસ માટે સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવા આરોગ્ય વિભાગની સૂચના : વડોદરા કોર્પોરેશન દ્વારા ચેકિંગ શરૂ 1 - image


Vadodara Corporation : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 અને તે અન્વયેના નિયમો હેઠળ હોટલ, રેસ્ટોરેન્ટની તપાસ અર્થે જિલ્લા/મહાનગર પાલિકા કક્ષાએ "સ્પેશિયલ સ્ક્વોર્ડ"ની રચના કરવાની રાજ્ય સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને તાકીદ કરવામાં આવી હતી. જેમાં મ્યુનસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચના અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ દ્વારા બે ફુડ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરી આજથી હાઇવે પરની હોટલો ખાતે તપાસણી શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ડેઝીગ્નેટેડ ઓફિસર (મ્યુનિ. કોર્પોરેશન સહીત)ને જણાવાયુ છે કે, તાજેતરમાં રાજયમાં હોટલ/રેસ્ટોરન્ટમાં બનાવવામાં/પીરસવામાં આવતા વિવિધ ખાદ્ય પદાર્થોમાં જીવજંતુ નીકળવાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં બનતા ધ્યાને આવેલ છે. આવા કિસ્સાઓને સંપુર્ણપણે રોકવા તેમજ જાહેર જનતાને હોટલ, રેસ્ટોરન્ટમાં બનતા ખાદ્ય પદાર્થો શુધ્ધ તથા સલામત મળી રહે તે માટે દરેક વર્તુળ કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ એક “સ્પેશિયલ સ્ક્વોર્ડ " (ઓછામાં ઓછાં 2 ફુડ સેફટી ઓફિસર)ની રચના તાત્કાલિક કરવાની રહેશે. સ્પેશીયલ સ્ક્વોર્ડ દ્રારા જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર હેઠળ તમામ હોટલ, રેસ્ટોરન્ટમાં એફએસએસ (licensing and Registration of Food Business) રેગ્યુલેશન 2011ના શિડ્યુલ-4 હેઠળની સેનીટેશન અને હાઇજેનીક કન્ડીશન સંબધીત તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્વિત કરવાનું રહેશે. 

સરકારમાંથી આવેલ સૂચના અન્વયે આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા આજે બે ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી તેઓ દ્વારા વડોદરા શહેરના હાઇવે પાસે આવેલ વિવિધ હોટલો ખાતે તપાસણી મત ધરવામાં આવી છે. આગામી 15 દિવસ દરમિયાન કોર્પોરેશન 100 જેટલી હોટલોમાં તપાસ કરશે અને તેનો સમગ્ર અહેવાલ રાજ્ય સરકારમાં સુપ્રત કરવામાં આવશે. સ્પેશિયલ સ્કર્વોર્ડ (ફોર સેનીટેશન એન્ડ હાઇજીન)ની રચના તાત્કાલીક કરીને તેની જાણ વડી કચેરીને કરવા જણાવવામાં આવે છે.


Google NewsGoogle News