વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની 552 જગ્યા માટે પ્રમાણપત્રોની ચકાસણીમાં ઉમેદવારો ગેરહાજર રહેતા ખૂટતા ઉમેદવારોની યાદી જારી કરાઈ

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની 552 જગ્યા માટે પ્રમાણપત્રોની ચકાસણીમાં ઉમેદવારો ગેરહાજર રહેતા ખૂટતા ઉમેદવારોની યાદી જારી કરાઈ 1 - image


- 50 ઉમેદવારોને તારીખ 12 ના રોજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવાયા

વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની 552 જગ્યા માટે પરીક્ષામાં ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરવાની પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ અમુક ઉમેદવારો ગેરહાજર રહેતા ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ખૂટતા ઉમેદવારોની યાદી કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આવા 50 ઉમેદવારોને તારીખ 12 ના રોજ સવારે 11:00 વાગે કમાટીબાગમાં આવેલા પ્લેનેટેરીયમ ખાતે જરૂરી પ્રમાણપત્રો સાથે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ 50 ઉમેદવારમાં આઠ મહિલા પણ છે. આ તારીખે ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં ગેરહાજર રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે તેવી સૂચના પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.

ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશનનો પ્રાથમિક તબક્કો ગયા અઠવાડિયે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આખરે 650 ઉમેદવારોને બોલાવાયા હતા જેમાંથી પણ અમુક ઉમેદવારો ગેરહાજર રહેતા ખૂટતા ઉમેદવારોને પસંદ કરવા તેઓના ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય કે વડોદરા કોર્પોરેશન દ્વારા સીધી ભરતીથી જુનિયર ક્લાર્કની સંવર્ગ-3 ની 552 જગ્યા માટે તારીખ 8ઓક્ટોબરના રોજ લેખિત પરીક્ષા એમસીક્યુ તથા ઓએમઆર પદ્ધતિથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી . ડોક્યુમેન્ટ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પસંદગી અને પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવશે.


Google NewsGoogle News