Get The App

વડોદરા કોર્પોરેશનનું ચૂંટણીલક્ષી કરદર વિનાનું બજેટ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનનું ચૂંટણીલક્ષી કરદર વિનાનું બજેટ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું 1 - image

વડોદરા,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 24-25 નું રૂ.5523.67 કરોડનું ડ્રાફ્ટ અંદાજ પત્ર અને વર્ષ 23-24 નું રીવાઈઝડ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. જેમાં કરદર વિનાનું બજેટ રજૂ કરતા શહેરીજનો પર કોઈ વધારાનું ટેક્સનું ભારણ નાખવામાં આવ્યુ નથી પરંતુ કેટલાક મહત્વના આડકતરી રીતે દરમાં વધારો સૂચવ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2024/25 ના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂ કર્યું હતું.

મ્યુનિસિપલ કમિશનરએ રજૂ કરેલા અંદાજપત્રમાં રૂ.5523.67 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં રૂપિયા 1650 કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે આ વિકાસના કામોમાં ખાસ કરીને ઈ-વિહકલને ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે.

વડોદરા કોર્પોરેશનનું ચૂંટણીલક્ષી કરદર વિનાનું બજેટ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું 2 - image

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં રૂપિયા 1,735 કરોડના 103 જેટલા વિકાસના કામો આયોજન હેઠળ છે. તદુપરાંત વધારાના રૂ. 1650 કરોડના વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા છે જેમાં પાણી પુરવઠાનું શુદ્રઢીકરણ, સુવેઝ વ્યવસ્થાપન, વરસાદી પાણીના નિકાલ, શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા વધારાના 10 બ્રિજ બનાવવામાં આવશે તદુપરાંત રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે રૂપિયા 12 કરોડના ખર્ચે વધારાના સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન તેમજ જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી ત્યાં રૂપિયા 15 કરોડના ખર્ચે નવીન સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવનાર છે.

વડોદરા શહેરની ગ્રીન સીટી ગ્રીન સિટી બનાવવામાં આયોજનના ભાગરૂપે રૂપિયા 10 કરોડના ખર્ચે નવીન બગીચાઓ તેમજ શહેરીવન બનાવવાનું પણ આયોજન હાથ ધર્યું છે. તેમજ શહેરના બસ સ્ટેન્ડ ઉપર સોલાર તથા કોર્પોરેશન હસ્તકની વિવિધ બિલ્ડીંગો ઉપર સોલાર રૂફટોપ અને સોલર ટ્રી પાછળ રૂપિયા 15 કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે.

વડોદરા શહેર સમૃદ્ધિ સંસ્કૃતિ અને સ્થાપત્યના સંરક્ષણ માટે સ્માર્ટ સિટી વડોદરાનું આયોજન કર્યું છે વડોદરા શહેરને વાઇબ્રન્ટ શહેર તરીકે વિકસાવવા માટે ઝડપી વિકાસ થાય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જીવનશૈલી પૂરી પાડવાના દ્રષ્ટિકોણ સાથે વડોદરા શહેરનું બુદ્ધિજીવીઓ એનજીઓ વગેરે સાથેના સૂચનના અભિપ્રાયો મેળવી વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અંતર્ગત કુલ રૂપિયા 1,760.72 કરોડના પ્રોજેક્ટ લોક ભાગીદારી થી અને સ્માર્ટ સિટી ફંડ અંતર્ગત કર્યો કાર્યરત છે.

આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી કોર્પોરેશન દ્વારા કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી જેથી આ બજેટને ચૂંટણીલક્ષી પણ ગણવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News