વડોદરામાં ખંડેરાવ માર્કેટ થી સિધ્ધનાથ રોડ સુધી હંગામી દબાણોનો સફાયો : ગેરકાયદે કંપાઉન્ડ વોલ તોડી

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ખંડેરાવ માર્કેટ થી સિધ્ધનાથ રોડ સુધી હંગામી દબાણોનો સફાયો : ગેરકાયદે કંપાઉન્ડ વોલ તોડી 1 - image

વડોદરા,તા.26 ડિસેમ્બર 2023,મંગળવાર

વડોદરા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ પાછળ વોર્ડ 13ના વિસ્તારમાં તમામ ફ્રુટ વાળા સહિત નાળિયેર વાળા તથા અન્ય વેપારીઓએ રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રુટ સહિત અન્ય વેપાર ધંધાનો માલ સામાન ખડકી દઈને ફૂટપાથ ઢાંકી દેતા ત્રાટકેલી દબાણ શાખાની ટીમે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

આવી જ રીતે પ્રતાપ નગર-ડભોઇ રોડ પર કમ્પાઉન્ડ વોલ અને દિવાલ મકાન માલિકોએ ગેરકાયદે બનાવી હોવાની જાણ પાલિકા તંત્રની દબાણ શાખાને થઈ હતી. જેથી આ બંને ગેરકાયદે દવાઓ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું.


Google NewsGoogle News