વડોદરા કોર્પોરેશનની દલા તરવાડી જેવી નીતિ : વધુ ભાવના ટેન્ડરોને કારણે કોન્ટ્રાક્ટરોને ફાયદો : કોર્પોરેશન પર રૂ.137.43 કરોડનો બોજો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની દલા તરવાડી જેવી નીતિ : વધુ ભાવના ટેન્ડરોને કારણે કોન્ટ્રાક્ટરોને ફાયદો : કોર્પોરેશન પર રૂ.137.43 કરોડનો બોજો 1 - image

વડોદરા,તા.04 માર્ચ 2024,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં લોકસભાની ચૂંટણી પૂર્વે રૂપિયા 695 કરોડના વિકાસના કામો રજૂ થયા છે તેમાં વધુ ભાવના ટેન્ડરોને કારણે માનીતા કોન્ટ્રાકટરોને કોર્પોરેશન તરફથી રૂા.137 કરોડ ચૂકવવાના થશે.

લોકસભાની ચૂંટણી પૂર્વે રૂા.695 કરોડના વિકાસના કામો રજૂ થયા છે જેમાં અનેક કમો વધુ ભાવના હોવાથી વધારાની લ્હાણી કરવામાં આવશે તેમ જાણવા મળે છે. 

લોકસભાની ચૂંટણી પૂર્વે કોર્પોરેશનની ગત સ્થાયી સમિતિમાં રૂ.28 કરોડના કામ રજૂ થયા હતા. તેમાં પણ વધુ ભાવના ટેન્ડરો એક ઝાટકે મંજૂર કરી માનીતા કોન્ટ્રાકટરોને ફાયદો કરી આપ્યો હતો.

 આ ઉપરાંત ડ્રેનેજ વરસાદી ગટર, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના ગટર પ્રોજેકટના ત્રણ કામ રજૂ થયા છે. જેમાં વડદલા ખાતે 50 એમ.એલ.ડી.નો 27.17 ટકા વધુ ભાવના ટેન્ડર રજૂથયા છે. સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ પંપીંગ સ્ટેશનનું કામ રૂા.115.79 કરોડનું 27.17 ટકા વધુ ટેન્ડર રજુ થયા છે.

બ્રિજ પ્રોજેકટ વિભાગ તરફથી નવા છ બ્રિજના કામમાં 32% વધુ ભાવના ટેન્ડર રજૂ થયા છે. આચારસંહિતા પૂર્વે સ્થાયી સમિતિમાં ઝોનના પાંચ કામમાં ચાર કામ ઓછા ભાવથી આવ્યા છે, ત્યારે સ્થાયી સમિતિની ગુરુવારે બેઠક મળશે જેમાં કુલ રૂા.695 કરોડના કામ રજૂ થયા છે જેમાં અનેક કમો વધુ ભાવના રજૂ થયા છે.

 ટેન્ડરને કારણે કોર્પોરેશન પરજેમાં રોડ પ્રોજેકટના ચાર કામો રજૂ થયા રૂા.137.43 કરોડનો આર્થિક બોજો પડશે. તેમાં ત્રણ કામોનો 29 ટકા વધુ ભાવ આવ્યા છે. પાણી પુરવઠા પ્રોજેકટ વિભાગ તરફથી રાયકા ફ્રેન્ચવેલ ખાતે 150– એમએલડી ક્ષમતાનો ઇન્ટેકવેલ અને 75 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વધુ 37% ભાવ આવ્યો છે આ ઉપરાંત વડોદરા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો 27% વધુ ભાવ આવ્યો છે .


Google NewsGoogle News