Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા ફરી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન: બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ શરૂ થશે

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News

વડોદરા કોર્પોરેશન દ્વારા ફરી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન: બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ શરૂ થશે 1 - image

વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર

સુપ્રીમ કોર્ટના આદેશનું ફરી એક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન થઈ રહ્યું છે જેમાં વડોદરાના ત્રણ બ્રિજ નીચે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ વિકસાવવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે જેથી વિવાદ સર્જાયો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ફ્લાય ઓવર હોય કે રેલ્વે ઓવર બ્રિજ નીચે કોઈપણ પ્રકારનું દબાણ કે બાંધકામ થવું જોઈએ નહીં તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેન બસેરા બાંધીને સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન કર્યું છે તો બીજી બાજુ  દરેક બ્રિજ નીચે ગેરકાયદે દબાણો થઈ ગયા છે તેને હટાવવાની તસ્દીર કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી જેને કારણે બ્રિજ નીચે કેટલીક જગ્યાએ તો અસામાજિક તત્વોના અડ્ડા પણ બની ગયા છે. 

ડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ગઈકાલે વડોદરાના ત્રણ બ્રિજ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવી બ્રિજ નીચે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ વિકસાવવાનું આયોજન કરી વધુ એકવાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કોર્પોરેશન દ્વારા થવા જઈ રહ્યું છે.

વડોદરા કોર્પોરેશનને એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યા છે જેમાં જણાવ્યું છે કે, લાલબાગ બ્રિજ, ફતેગંજ બ્રિજ અને હરિનગર બ્રિજની નીચે રમતગમત અને મનોરંજન માટેની જગ્યા માટે રસ ધરાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓએ પોતાના પ્રોજેક્ટ રજૂ કરવાના રહેશે.વડોદરા શહેરમાં કોર્પોરેશન અંતર્ગત રમતગમત અને મનોરંજનની જગ્યાના વિકાસ માટે રસ ધરાવતી કંપનીઓ, વિકાસકર્તાઓ અને સંસ્થાઓ તરફથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટને આમંત્રણ આપ્યું છે.વડોદરા શહેરમાં લાલબાગ બ્રિજ, ફતેહગંજ બ્રિજ અને હરિનગર બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવવા ના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ની ઓફરોની પ્રક્રિયાની જાણકારી કોર્પોરેશનની વેબસાઈટ પરથી મેળવી શકાશે તેમજ કંપની પ્રોફાઇલની હાર્ડ કોપી અને  રમતગમત અને મનોરંજનની જગ્યા વિકસાવવા માટેની દરખાસ્ત અલગથી રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા "કાર્યકારી ઈજનેર, બ્રિજ પ્રોજેક્ટ વિભાગ, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે 25/01/2024 ના રોજ સાંજે ચાર વાગ્યા સુધીમાં મોકલવાના રહેશે તેમ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News