અમદાવાદની ન્યુ લિંક લોજિસ્ટિકની ફ્રેન્ચાઇસી આપવાના બહાને વિરાજ ઉર્ફે વિવેક દવેએ વડોદરાની મહિલા સાથે રૂ.46 લાખની ઠગાઈ કરી
- ઠગ ટોળકીનો ભોગ બનનાર મહિલાએ ગુનેગારને ટ્રાન્સફર વોરંટ થી વડોદરા લાવવા ડીસીબીમાં અરજી કરી
વડોદરા,તા.3 ઓગષ્ટ 2023,ગુરૂવાર
અમદાવાદ સરદાર પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વટવા નારોલ રોડ ખાતે ન્યુ લીંક લોજિસ્ટિક કંપની વિવેક દવે શ્વેતાબેન દવે અને કંપનીના માર્કેટિંગ મેનેજર તરીકે રાજેન્દ્ર જૈન એ ભેગા થઈને શરૂ કરી હતી જેમાં ફ્રેન્ચાઇસી આપવાના બહાને અનેક લોકો જોડે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની તેમજ સસ્તા વાહનો ટ્રેક્ટર અપાવવાની લાલચ આપી ઠગાઈ કર્યાની અનેક પોલીસ ફરિયાદો થઈ છે.
વડોદરા લાલબાગ શિલ્પા સોસાયટીમાં રહેતા અલ્પાબેનએ લખનઉમાં ધરપકડ થયેલા વિરાજ ત્રિવેદી ઉર્ફે વિવેક દવેને ટ્રાન્સફર વોરંટ થી વડોદરા તપાસ માટે લાવવાની માંગણી ડિટેક્ટિવ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરી માંગણી કરી હોવાનું જાણવા મળે છે.
વડોદરાની લાલબાગ શિલ્પા સોસાયટીના રહેવાસી અલ્પાબેન એ અખબારમાં ન્યુ લીંક લોજિસ્ટિક કંપની ની ફ્રેન્ચાઇસી આપવા અંગેની જાહેરાત વાંચીને કંપનીના મોબાઈલ નંબર આપ્યા હતા તેની પર સંપર્ક કર્યો હતો જેમાં દર મહિને બે લાખનો ફાયદો થશે તેમ જણાવ્યું હતું જેને ધ્યાનમાં રાખી મકરપુરા વિસ્તારની ફ્રેન્ચાઇસી આપવા અંગે રૂપિયા પાંચ લાખ ની રકમ રાજેન્દ્ર જૈન જેઓ ન્યુ લીંક લોજિસ્ટિક કંપનીના માર્કેટિંગ મેનેજર તરીકે ઓળખાણ આપીને જમા કરાવ્યા હતા ત્યારબાદ કંપનીના સંચાલક તરીકે વિવેક દવે અને શ્વેતાબેન દવે એ અલ્પાબેન ને ઘરે આવીને વિશ્વાસ કેળવી તમને સમગ્ર વડોદરા શહેરની એજન્સી આપવાની છે તેમ જણાવી ટુકડે ટુકડે રૂપિયા 46 લાખની રકમ ની ઠગાઈ કર્યાની ફરિયાદ વર્ષ 2018માં આપી હતી.
લખનઉમાં વિરાજ ત્રિવેદી ઉર્ફે વિવેક જોશી ઉફેઁ વિવેક દવે ઉર્ફે વિવેક ત્રિવેદી અલગ અલગ નામથી ઠગાઈ કરનાર ગુનેગારને વડોદરા ડીસીબી પોલીસ ટ્રાન્સફર વોરંટ થી વડોદરા લાવે તેવી માંગણી કરતી અરજી અલ્પાબેને આજે કરી છે.
અરજીમાં અલ્પાબેનએ જણાવ્યું છે કે, અમો ભોગ બનનાર ની ફરિયાદ ડીસીબી પોલિસ મથકમાં 8/3/2018 ના રોજ દાખલ થયેલ છે જેનો ઍફ.આઇ.આર. નંબર 07/2018 છે.
આ કામ ના પ્રથમ આરોપી વડોદરા નામદાર કોર્ટ માં 22875/2021 ગુ.મુ.ન. કોર્ટ માં ચાલી રહેલ કેસમાં બોગસ જામીનદાર રાખી જામીન મેળવેલ હતા અને ત્યાર પછી આજ દિન સુધી વડોદરા શહેરની કોર્ટ માં હાજર રહેતા નથી અને વારેંટ પણ બજતા નથી.
પરંતુ વોન્ટેડ આરોપી લખનઉ શહેરના પોલિસ મથકે ધરપકડ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી આપને આપના પોલિસ મથક માં નોંધાયેલી અમારી ફરિયાદ માં પણ આ આરોપી વોન્ટેડ છે જેથી આપ લખનઉ
શહેરના પોલિસ મથકે જાણ કરી ટ્રાન્સફર વારંટ દ્વારા ધરપકડ કરી ન્યાય હિતે કામ કરવા વિનંતી છે. અમો આ બદલ નામદાર કોર્ટનું પણ ધ્યાન દોરીશું.