Get The App

નાયબ પોલીસ કમિશનર દ્વારા સયાજી હોસ્પિટલની મુલાકાત

ડોક્ટરોની સુરક્ષાના મુદ્દે વિચાર વિમર્શ કરાયો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
નાયબ પોલીસ કમિશનર દ્વારા  સયાજી હોસ્પિટલની મુલાકાત 1 - image

 વડોદરા,કોલકાતાના આર જી કર હોસ્પિટલમાં રેપ વિથ મર્ડરના કેસના પગલે ડોક્ટરોની સુરક્ષા અંગે  તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. આજે ડીસીપી દ્વારા સયાજી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષાના મુદ્દે વિચાર વિમર્શ  કરવામાં આવ્યો હતો.

ડોક્ટરોની સુરક્ષાના મુદ્દે દેશવ્યાપી આંદોલન શરૃ થયું હતું. રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાળ પણ પાડવામાં આવી હતી. છેવટે સરકાર દ્વારા ડોક્ટરોની સુરક્ષા અંગે ખાત્રી આપવામાં આવી હતી. શહેર  પોલીસ દ્વારા પણ સમયાંતરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લઇ સુરક્ષાની અંગે સમીક્ષા કરવાની બાયધરી આપવામાં આવી હતી. આજે ડીસીપી  અભય સોની દ્વારા ટીમ સાથે સયાજી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, બરોડા મેડિકલ કોલેજના ડીન તથા ડિપાર્ટમેન્ટના હેડ સાથે મિટિંગ કરવામાં આવી હતી. 



Google NewsGoogle News