રાજ્ય પોલીસ વડાની વડોદરા મુલાકાત, મત ગણતરીની કામગીરી મુદ્દે ચર્ચા કરી

Updated: May 13th, 2024


Google NewsGoogle News
રાજ્ય પોલીસ વડાની વડોદરા મુલાકાત, મત ગણતરીની કામગીરી મુદ્દે ચર્ચા કરી 1 - image


Vadodara News : રાજ્યના પોલીસવાળાએ આજે વડોદરાની મુલાકાત લઇ ઉચ્ચ અધિકારીઓ સાથેની મિટિંગમાં ચૂંટણીની કામગીરીને બિરદાવી મતગણતરીની કામગીરીને લગતી ચર્ચા કરી હતી. 

રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે સવારે વડોદરાની મુલાકાતે આવતાં પોલીસ ભવન ખાતે તેઓને ગાડૅ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે પોલીસ કમિશનર, એડિશનલ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક કલાક મીટીંગ કરી હતી.

પોલીસવડાએ તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓની ચૂંટણીની કામગીરીને બિરદાવી હતી અને કેન્દ્રીય પોલીસ દળના જવાનોએ પણ વ્યક્ત કરેલા સંતોષ બદલ સ્થાનિક પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

મતદાનનો તબક્કો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાથી હવે મતગણતરીનો બીજો તબક્કો પણ આવી જ રીતે નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે ચર્ચા કરી જરૂરી સુચનાઓ આપી હતી.


Google NewsGoogle News