બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજ 6 થી 16 જૂન સુધી બંધ
Image: Facebook
એલ એન્ડ ટી કંપની તરફથી વડોદરા શહેરમાં નેશનલ હાઇસ્પીડ રેલ કંપની દ્વારા મુંબઇથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનના પ્રોજેકટની કામગીરી ચાલુ છે. ત્યારે કંપની ધ્વારા શહેરના વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજ ઉપર ગડર લોન્ચીંગ અને સેગ્મેટની કામગીરી કરવામાં આવનાર છે. ત્યાંરે વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજ ઉપર ગડર લોન્ચીંગ અને સેગ્મેટ લોન્ચીંગની કામગીરી કરતી વખતે રેલ્વે ઓવરબ્રિજ ઉપર અવર-જવર કરતાં વાહનને કોઈ આકસ્મિક બનાવ ન બને, જનતાની સલામતિને ધ્યાને લઈ તથા કામગીરી દરમ્યાન લોકોને અગવડ ન પડે તેની તકેદારીના ભાગરૂપે 6 જુન રાત્રીના એક વાગ્યાથી 16 જુનના 11 વાગ્યા સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે ઓવરબ્રિજ બંધ કરવામાં આવશે.દરમ્યાન વાહન ચાલક સહિતની જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઓવરબ્રિજ પરથી અવરજવર કરતા વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ બનાવવામાં આવ્યા છે.