વડાવ સ્વામીમાં ગરબામાં મસ્તી કરતા યુવકને ઠપકો આપતા હિંસક હુમલો
આઠ લોકોએ ભેગા મળી હુમલો કરી ઘરમાં તોડફોડ કરી
કલોલ : કલોલ તાલુકાના વડાવ સ્વામી ગામે ગરબામાં મસ્તી કરનાર યુવકને ઠપકો આપવામાં આવતા મામલો મારામારી માં પરિણામ્યો હતો ઉસકેરાઈ ગયેલા આઠ લોકોએ ભેગા મળીને ઠપકો આપનારના ઘર ઉપર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી જે બાબતે પોલીસે રાયોટીંગ નો ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
કલોલ તાલુકાના વડાવ સ્વામી ગામે રહેતા શિવાજી ઉર્ફે ભીખાજી
ઠાકોર એ પોલીસ મથકમાં શંભુજી રાણાજી ઠાકોર તથા ચિંતનજી અરજણજી ઠાકોર અને કિશનજી
અમરાજી ઠાકોર તથા કરણજી ઉર્ફે ખલો દિનેશજી ઠાકોર તથા નિકુલજી કાળાજી ઠાકોર અને
ભીખાજી રમણજી ઠાકોર તથા નરેશજી અમરાજી ઠાકોર અને ખોડાજી મંગાજી ઠાકોર સામે ફરિયાદ
નોંધાવી હતી આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગામની ભાગોળે માથાકૂટ થતી હતી અને આ લોકો
તેમના કુટુંબી બાબુજી મફાજી અને ભાણા અંકિતજીને માર મારી રહ્યા હતા જેથી તેઓએ
તેમને છોડાવ્યા હતા ત્યારબાદ રાત્રે આ લોકો તેમના ઘરે લોખંડની પાઇપ અને લાકડીઓ તથા
ધોકા લઈને આવી ચડયા હતા અને કહેલ કે અમે ગરબામાં મસ્તી કરતા હતા તે વખતે કેમ તમે
અમને ઠપકો આપ્યો હતો તેમ કહીને હુમલો કર્યો હતો તેમ જ ઘરમાં તોડફોડ કરી હતી ઘરમાં
પડેલ ફ્રિજ તથા કબાટ વગેરે નીચે પાડી દીધા હતા અને ઘરની બહાર પડેલ વાહનોની તોડફોડ
કરવામાં આવી હતી જે અંગે પોલીસે ઉપરોક્ત ઈસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.