Get The App

કરજણમાં ધંધાકીય હરીફાઈમાં બે માલિકો અને પરિવાર વચ્ચે હિંસક મારામારી

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
કરજણમાં ધંધાકીય હરીફાઈમાં બે માલિકો અને પરિવાર વચ્ચે હિંસક મારામારી 1 - image

વડોદરા,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર

વડોદરા જિલ્લાના કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલી બે દુકાનના માલિકો વચ્ચે ધંધાકીય હરીફાઈ હોવાથી એક દુકાનના નોકર અને બીજી દુકાનના માલિકના સગાની દીકરી બાબતનું ઓથુ ધરી બને શોપના માલિકો અને પરિવાર વચ્ચે લોખંડના પાઇપ અને પાવડા વડે હુમલો થયાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી રાઇટિંગનો ગુનો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના નવા બજારની સાઈ સુધા સોસાયટીમાં રહેતા 63 વર્ષના સજાદહુસેન આબેદઅલ્લી સૈયદ નોનવેજનો વેપાર કરે છે. તેમને કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત બપોરે 4:00 વાગ્યે તેમની દુકાન પાસે કરજણ નવા બજારના રાજ કોમ્પલેક્ષની બાજુમાં રહેતા વસીમ પીરુભાઈ કુરેશી અને તેનો ભાઈ સોકત અને બીજો ભાઈ અમાન તેમજ સફન સોકત અને તબસુમબાનું વસીમભાઈ તેમજ આરેફાબાનું સબીરભાઈ (રહે. સુરત) મળીને છ વ્યક્તિ આવ્યા હતા. અમારી દુકાનની સામે વસીમ કુરેશીની સુલતાનની શોપ આવેલી છે. તેની ધંધા હરીફાઈ ચાલે છે. સજાદની દુકાનના નોકર નાઝીરહુસેન અને વસીમ સગા વહાલા છે. આ બંને વચ્ચે સૈયદ સિરાજ બાપુની દીકરી બાબતે અણબનાવ હતો. તેથી નોકર નાઝીરને મારવા સ્ટીલની પાઇપ લઈને આ છ વ્યક્તિઓ આવ્યા હતા. તેથી સજાદે સ્ટીલની પાઇપ લઈ લીધી હતી. તેથી વિફરેલા છ એ ભેગા મળી સજાદની દુકાન બહાર પડેલા પથ્થરો ઊંચકીને કાઉન્ટર પર છુટ્ટા પથ્થરો મારી દુકાનમાં તોડફોડ કરી હતી.અને દુકાનનું સીસીટીવી તોડી નાખ્યું હતું. તેમજ નોકર નાઝીર હુસેનને જો દુકાની બહાર નીકળીશ તો તારા ટાંટીયા તોડી નાખીશ જાનથી મારી નાખીશ એવી ધમકી આપીને નાસી ગયા હતા. પોલીસે દુકાન માલિક અને નોકર અને માર મારવાના ગુનામાં બે મહિલા સહિત છ સામે રાયટીંગનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને દુકાન બતાવી હતી તેનો બદલો લીધો

કરજણ નવા બજારમાં આવેલી બે દુકાનના માલિકો વચ્ચે થયેલા ધમાસાણમાં અમન સૌકત શેખ (રહે કરજણ રાઠોડ વાસ)એ સામે ફરિયાદ નોંધાવી હતી કે સજાદ હુસેન સૈયદ ને અમારી સાથે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને દુકાન બતાવી હતી. તેની અદાવત હતી. તેને કારણે સૈયદ નાઝીર હુસેન આવ્યો હતો અને અમનના પિતા સૌકતને ધક્કા મૂકી કરી ઝઘડો કર્યો હતો. બાદ નાઝીર હુસેનને લોખંડનો પાઇપ વાળો પાવડો લઈ અમાનના ભાઈ શફવાનને ફટકાર્યો હતો. દરમિયાન અમાનના કાકા વસીમભાઈ, સાસુ આરેફાબાનું અને નાનો ભાઈ નાઝીમ છોડાવવા આવી જતા તેને પણ પાવડા થી માર માર્યો હતો દરમિયાન બાપુ ચીકનના માલિક સજાદહુસેન અને શાહિદ હુસેન સજાદહુસેન તથા નઇમહુસેન સજાદહુસેન અને અંજુ લતીફ આવ્યા હતા અને તેમણે પણ લોખંડના પાઇપ વડે અને ગડદા પાટુ મારી બધાને માર્યા હતા. પોલીસે બને પક્ષે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News