Get The App

સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ઉલ્લંઘન : ઓવર બ્રિજ નીચે પાર્કિંગના ઇજારા આપવાની કાર્યવાહી થતા વિવાદ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ઉલ્લંઘન : ઓવર બ્રિજ નીચે પાર્કિંગના ઇજારા આપવાની કાર્યવાહી થતા વિવાદ 1 - image

image : Freepik

Vadodara Pay and Park Controversy : સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ઓવરબ્રિજ નીચે કોઈપણ પ્રકારનું બાંધકામ કે વાહનો પાર્કિંગ કરવાની તેમ છતાં વડોદરા કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજ નીચે રેન બસેરા બાંધકામ તથા કેટલાક બ્રિજ નીચે પાર્કિંગનો ઇજારો આપી દેવામાં આવે છે ત્યારે વધુ બે બ્રિજ નીચે પાર્કિંગનો ઈજારો આપવાની કાર્યવાહી શરૂ કરતાં વિવાદ સર્જાયો છે.

 વડોદરા શહેરમાં નવા બનેલા અટલ બ્રિજ નીચે અને કારેલીબાગ- અમિતનગર બ્રિજ નીચે તથા નટુભાઈ સર્કલ પાસે પાલિકાની ખુલ્લી જગ્યામાં વાહન પાર્કિંગ કરવા પે એન્ડ પાર્ક માટે કોન્ટ્રાક્ટરોને નિયત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે ચોક્કસ નીતિ ઘડવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા નવા બનેલા અટલ બ્રિજ નીચે કેટલાક પીલરો વચ્ચેની જગ્યા પાર્કિંગ માટે પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર પદ્ધતિથી આપવાની છે. આવી જ રીતે કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ખુલ્લી જગ્યામાં પણ વાહનચાલકોને વાહન પાર્ક કરવા બાબતે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જગ્યા આપવાની છે. 

આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરાના ફાઇનલ પ્લોટ નટુભાઈ સર્કલ પાસેની પાલિકા તંત્રની ખુલ્લી જગ્યા પે એન્ડ પાર્કની નીતિથી કોન્ટ્રાક્ટરને નિયત સમયે ભાડે આપવાની છે. આ અંગેના નીતિ નિયમો સહિત એડવાન્સ ડિપોઝિટ સહિત વિવિધ બાબતો અને અરજી પત્રકો પાલિકાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને ભરી શકાશે અથવા તો પાલિકા કચેરીમાંથી કામકાજના સમય દરમિયાન મળી શકશે તેમ પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News