Get The App

વડોદરા: મુખ્યમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કરી રોડ ખોદી નખાતા ખાડામાં બેસી કોર્પોરેટરનો વિરોધ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
વડોદરા: મુખ્યમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કરી રોડ ખોદી નખાતા ખાડામાં બેસી કોર્પોરેટરનો વિરોધ 1 - image


વડોદરા, તા. 08 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં તાજેતરમાં કોર્પોરેશને નવીન રોડ બનાવ્યો હતો. ત્યારે જેટકો કંપનીએ તૈયાર થયેલ રોડમાં ખાડો ખોદી દેતા સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડે ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો છે. તેમજ વોર્ડ એકના કોર્પોરેટર હરીશ પટેલે આમાં જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ કરી છે. તેઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, અમારા વોર્ડ 1ના કોર્પોરેટરોએ ભેગા મળી વારંવાર ખૂબ જ રજૂઆત કરતા નવાયાર્ડ ખાતેનો રોડ મંજૂર કરાવ્યો હતો અને તાજેતરમાં બે મહિના અગાઉ તે બનાવવામાં આવ્યો છે. જો સામાન્ય નાગરિકોને કોઈ રોડ ખોદી પાણીની લાઈન લેવી હોય તો પણ લેખિતમાં મંજૂરી લેવી પડે છે અને આવા સમયે કોર્પોરેશન એવો જવાબ આપે છે કે, રોડની વોરંટી પાંચ વર્ષની છે એટલે હાલ નવીન કનેક્શન માટે મંજૂરી અપાશે નહીં. ત્યારે જેટકો કંપની દ્વારા પોતાની મરજી મુજબ આડેધડ કોઈપણ જગ્યાએ રોડ ખોદી ખાડો બનાવી દેતા કોર્પોરેશને તૈયાર રોડ બનાવવામાં વાપરેલા પૈસાનો વ્યય થઈ રહ્યો છે. જો આમાં ખાડો ખોદવા મંજૂરી લેવાઈ જશે તો નવીન રોડને નુકસાન કરવા બદલ જે તે અધિકારી સામે પગલાં લેવા અમારા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને જો જેટકો કંપનીના કોઈ અધિકારીએ મનસ્વી રીતે રોડ ખોદ્યો હશે તો તેના વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે તેવી અમારી માંગણી છે.


Google NewsGoogle News