Get The App

વડોદરાના છાણી ગામમાં તળાવ પાસે બનતી યુરિનલનો ગ્રામજનો દ્વારા વિરોધ : ગંદકી થતા રોગચાળાની ભીતિ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
વડોદરાના છાણી ગામમાં તળાવ પાસે બનતી યુરિનલનો ગ્રામજનો દ્વારા વિરોધ : ગંદકી થતા રોગચાળાની ભીતિ 1 - image


Vadodara News : વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી ગામમાં આવેલ તળાવ નજીક યુરિનલ બનાવવાનું કામ શરૂ થતાં જ છાણી ગામના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો છે. હાલ વરસાદની સિઝન ચાલી રહી છે શહેરમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે એ ખાડા તો નથી રીપેર થતાને વડોદરા મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નં.1માં નગરસેવકના સૂચનથી છાણી ગામ આવેલ તળાવ પાસે એક નવીન યુરિનલ બનાવાઈ રહી છે. પરિણામે ગામના સ્થાનિક રહીશો તેમજ છાણી ગામ ધર્માદા ખાતું દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકો કહી રહ્યાં છે કે કોર્પોરેશન દ્વારા અહીં મુતરડી બનાવવા જઈ રહ્યું છે પરંતુ અમે છેલ્લા 50 વર્ષ અગાઉથી રહીએ છીએ. અમારા આવા જવાનો એક જ રસ્તો છે. જેથી અમારી માં-બહેન-દીકરીઓની આવા રસ્તેથી જતી વખતે કોઈ છેડતી કરશે તો તેની જવાબદારી કોની ?. શુ કોર્પોરેશન આ જવાબદારી લેશે એક પ્રશ્ન ઉભો થયો છે. સ્થાનિકોએ કોર્પોરેશનમાં વારંવાર આ અંગે વિરોધમાં રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતની જાણ સ્થાનિક નગરસેવકને થતા તેમના દ્વારા સ્થાનિકોને ધાક ધમકી શરૂ કરી હતી. ઉપરાંત આ યુરિનલ બનશે તો અહીં લોકો કચરો નાખી જાય છે. તેથી પણ ગંદકી ફેલાય છે તો આ યુરિનલ બનતા વધારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે. એમાં પણ હમણાં વરસાદની સિઝન છે તેવામાં રોગચાળાની ભીતિ વધી છે. ના ખાસ કરીને નાના બાળકો સહિત ઘરના તમામને બીમારીનો ભય સતાવી રહ્યો છે. જેથી આ યુરિનલ અહીં બનવી જોઈએ નહીં. અને જો બનશે તો ત્યારબાદના આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક ગ્રામજનોએ ઉચ્ચારી હતી. યુરિનલ જ્યાં બની રહી છે તેની બિલકુલ સામે જ છાણી ગામ ધર્માદા ખાતું આવેલું છે. જ્યાં અનેક સાધુ-સંતો અને ભિક્ષુકો આવે છે અને ત્યાં પ્રેમથી ભોજન કરે છે. જો આ યુરિનલ બનશે તો અમારે સાધુ સંતો ને ક્યાં લઈ જવા એ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો તેમજ ધર્માદા ખાતું તંત્ર દ્વારા અનેક વખત કોર્પોરેશન તંત્રના સત્તાધીશો સમક્ષરજુઆત કરી છે સાથે મુખ્યમંત્રીને પણ ઓનલાઈન ફરિયાદ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન આ બનાવે છે કે પછી સ્થાનિકોની વ્હારે આવે છે.


Google NewsGoogle News