Get The App

વડોદરા -હાલોલ ટોલ રોડ પર મોટા વાહનો દ્વારા સર્વિસરોડના ઉપયોગ સામે ગ્રામજનોનો વિરોધઃ ચક્કાજામ

Updated: Dec 14th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરા -હાલોલ ટોલ રોડ પર મોટા વાહનો દ્વારા સર્વિસરોડના ઉપયોગ સામે ગ્રામજનોનો વિરોધઃ ચક્કાજામ 1 - image

વડોદરાઃ વડોદરા હાલોલ ટોલ રોડ પર ગઇરાતે આમલીયારા નજીક યુવકોએ ભારદારી વાહનો દ્વારા સર્વિસ રોડના ઉપયોગ સામે વાંધો લઇ ચક્કાજામ કરી દીધો હતો.

આમલીયારા ગામના યુવકોએ એવો આક્ષેપ કર્યો છે કે,અમારા ગામમાં આવતા મોટા વાહનો માટે સર્વિસરોડનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.તો બીજા વાહનોને કેમ જવા દેવાય છે.

તેમણે રાતે સર્વિસ રોડ પરથી  પસાર થતા વાહનોને અટકાવતાં ચક્કાજામ થયો હતો.

Tags :